જાણો વિશ્વકપમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યુ
વિશ્વકપમાં ભારતે જે રીતે પાકિસ્તાનને એક વાર ફરીથી પછાડ્યુ છે તે બાદ ભારતીય ક્રિકેટ ફેન્સમાં જબરદસ્ત ખુશીની લહેર છે. ચારે તરફ લોકો મેચની જીતની ઉજવણી કરી રહ્યા છે. મેચમાં જીત સાથે જ ઈંગ્લેન્ડમાં ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટરમાં ભારતીય પ્રશંસક ખુશીથી ઝૂમવા લાગ્યા. વળી, આ મેચમાં હાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પોતાની પ્રતિક્રિયા આપતા એ અંગેની આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં પણ બંને દેશો વચ્ચે મેચ થવી જોઈએ.
પાકિસ્તાનના વિદેશ મંત્રી પોતે ભારત-પાક મેચ જોવા માટે ઓલ્ડ ટ્રેફર્ડ પહોંચ્યા હતા. મેચ ખતમ થયા બાદ તેમણે કહ્યુ કે ભારત અને પાકિસ્તાનને ક્રિકેટ અને ખેલ ભાવના માટે એકબીજા સાથે મેચ રમતા રહેવુ જોઈએ. તેમણે કહ્યુ કે બંને દેશો વચ્ચે ક્રિકેટ ઘણુ લોકપ્રિય છે. ઈમરાન ખાને ક્રિકેટને એક નવી ઓળખ આપી છે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વ કપમાં પાકિસ્તાન સામે અપરાજય રહ્યુ છે. આજ સુધી વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 7 મેચ રમવામાં આવી છે જેમાં બધી મેચોમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યુ છે.
અમિત શાહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યુ કે ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન પર વધુ એક 'સ્ટ્રાઈક' અને પરિણામ એ જ રહ્યુ. અઆ શાનદાર પ્રદર્શન માટે આખી ટીમને અભિનંદન. દરેક ભારતીય ગર્વ અનુભવી રહ્યો છે અને આ પ્રભાવશાળી જીતની ઉજવણી કરી રહ્યા છે. અમિત શાહનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઘણુ ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. વળી, રેલ મંત્રી પિયુષ ગોયલે ભારતની આ શાનદાર જીત પર ટ્વીટ કરીને અભિનંદન આપ્યા. તેમણે લખ્યુ કે CWC 2019માં પાકિસ્તાન સામે વધુ એક શાનદાર જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન.
આ પણ વાંચોઃ Ind Vs Pak: ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો