For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2019: ધોની બાદ આ ખેલાડી બની શકે ચેન્નઈનો કેપ્ટન

IPL 2019: ધોની બાદ આ ખેલાડી બની શકે ચેન્નઈનો કેપ્ટન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની હાજરી ચેન્નઈ સુપરકિંગ્સ માટે કેટલી મહત્વની છે સૌકોઈ સારી રીતે જાણે છે. ધોનીએ પોતાની કેપ્ટનશીમાં ટીમને ત્રણ વાર ચેમ્પિયન પણ બનાવી ચૂક્યા છે અને આ સિઝનમાં પણ ટીમ પ્લેઑફમાં જઈ ચૂકી છે. ધોની બહાર થતા જ ટીમ કમજોર પડી જાય છે અને આવું આ સિઝનમાં જોવા પણ મળ્યું છે, જ્યારે તેમની ગેરહાજરીમાં ટીમ 2 મેચ હારી ગઈ. ધોનીની વધતી ઉંમર અને સંપૂર્ણ રીતે ફિટ ન રહેવું તેમના માટે મુશ્કેલી વધારી શકે છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે આ તેમની આખરી સિઝન પણ હોય શકે છે. એવામાં હવે ચેન્નઈના આગામી કેપ્ટન કોણ હોય શકે છે, તેમનું પણ નામ સામે આવી ચૂક્યું છે.

આ બની શકે કેપ્ટન

આ બની શકે કેપ્ટન

ચેન્નઈ ફેન્સ માટે આ મોટો સવાલ છે કે ધોની આઈપીએલ છોડી દે બાદમાં તપ્તાની હોણ સંભાળશે, તો આમાં જે ખેલાડીનું નામ આવી રહ્યું છે તે સુરેશ રૈના છે. જી હાં, રૈનાએ ખુદ આ અંગે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે ધોની આઈપીએલ છોડી દે પછી તે ટીમની કમાન સંભાળી શકે છે. રૈનાએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલ મેચ બાદ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે પાછલા કેટલાક વર્ષોમાં બેટ્સમેન અને ટીમ મેન્ટરના રૂપમાં સારું પ્રદર્શન કર્યું છે. તેમના સંન્યાસ લેવા પર લગભગ હું કપ્તાની સંભાળી શકું છું પરંતુ જ્યાં સુધી તે ઈચ્છે ત્યાં સુધી રમતા રહેશે. તમે તેમને અને ચેન્નઈને જાણો છો.

કેપ્ટન તરીકે ધોનીને ગુમાવવા કોઈ મુદ્દો નહિ

કેપ્ટન તરીકે ધોનીને ગુમાવવા કોઈ મુદ્દો નહિ

એવું પૂછવા પર કે ધોનીની ગેરહાજરીમાં કપ્તાની કરવી મુશ્કેલ હતી, તેના પર રૈનાએ કહ્યું કે કેપ્ટન તરીકે ધોનીને ગુમાવવા કોઈ મુદ્દો નથી, પરંતુ એક બેટ્સમેન તરીકે તેઓ ન હોવાથી મુશ્કેલી વધી જાય ચે. હૈદરાબાદ અને મુંબઈ વિરુદ્ધ આ જ થયું. રૈનાએ ધોનીના પેટભરીને વખાણ કર્યાં અને કહ્યું કે ધોની જ્યારે ક્રીઝ પર હોય છે, તો વિરોધી ટીમમાં એમનમ જ દબાણ આવી જાય છે. તેઓ ન હોય ત્યારે પડતો ફરક અમે બધાએ જોયો છે.

IPL 2019ના પ્લે ઑફને લઈ જંગઃ બે સ્લૉટ માટે ટકરાશે 4 ટીમIPL 2019ના પ્લે ઑફને લઈ જંગઃ બે સ્લૉટ માટે ટકરાશે 4 ટીમ

ધોની ખુદ કહી ચૂક્યા છે આ વાત

ધોની ખુદ કહી ચૂક્યા છે આ વાત

જણાવી દઈએ કે ચેન્નઈને 2010, 2011 અને 2011ની સિઝન જીતવનાર ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પણ અલવિદા કહી શકે છે. ખુદ ધોનીએ પણ એક નિવેદનમાં કહ્યું કે જો ચેન્નઈ ટીમ મને આગલા આઈપીએલથી પહેલા થનાર ઓક્શનમાં ખરીદે છે તો આ મારું ડિમોશન હશે. ધોનીએ કહ્યું કે ધોનીએ મને આગામી વખતે રિટેન કરવો જોઈએ, લાગે છે કે આના માટે મારે ટીમ માલિકો સાથે વાત કરવી પડશે કે તેઓ શું ફેસલો લેશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
who will be next captain of chennai super kings? check out here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X