ODI ટીમમાંથી હવે કપાઈ શકે છે વિરાટનું પત્તું? રોહિતનો મનપસંદ ખેલાડી મારી શકે બાજી!
નવી દિલ્હી : વિરાટ કોહલી હાલમાં તેની કારકિર્દીના સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. વિરાટે છેલ્લા બે વર્ષમાં સદી ફટકારી નથી. BCCI દ્વારા વિરાટને લિમિટેડ ઓવરોની કેપ્ટન્સીમાંથી પણ હટાવી દેવામાં આવ્યો છે. વિરાટનું ફોર્મ પણ ઘણું ખરાબ ચાલી રહ્યું છે. હવે રોહિત શર્મા પર કેપ્ટનશિપ આવ્યા બાદ વનડે અને ટી 20માં પણ વિરાટનું સ્થાન જોખમમાં છે. જો વિરાટનું બેટ આગળ પણ શાંત રહે છે, તો રોહિત તેના મનપસંદ ખેલાડીઓને ત્રીજા નંબર પર મૂકી શકે છે.

આ બંને ખેલાડીઓ લઈ શકે છે કોહલીનું સ્થાન
જો ખરાબ ફોર્મના કારણે વિરાટ કોહલીને ટીમમાંથી બહાર કરવામાં આવે છે, તો આ સમયે તેની જગ્યાએ બે ખેલાડી છે. હા, આ ખેલાડીઓના નામ છે સૂર્યકુમાર યાદવઅને ઈશાન કિશન.
આ બંને ખેલાડીઓ ભારતનું ભવિષ્ય છે અને આવનારા સમયમાં વિરાટની જગ્યા લેવાના સૌથી મોટા દાવેદાર પણ છે. આ બેટ્સમેનો વિરાટ કોહલીકરતા વધુ તોફાની બેટિંગ કરી શકે છે અને તેઓ કેપ્ટન રોહિત શર્માના પણ ફેવરિટ છે.
જો BCCI અને વિરાટ વચ્ચે આવો જ વિવાદ ચાલુ રહેશે તો વિરાટને પણટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. કોહલીનું ખરાબ ફોર્મ તેના સ્થાને અન્ય યુવા ખેલાડીઓને તક આપી શકે છે.

ત્રીજા નંબર પર સાબિત થઈ શકે છે ખતરનાક
ત્રીજા નંબર પર સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન ઘણા ખતરનાક સાબિત થઈ શકે છે. સૂર્યકુમાર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ત્રીજા નંબર પર રમી ચૂક્યો છે અનેદુનિયા જાણે છે કે, તેનું પ્રદર્શન કેવું છે. સૂર્યકુમાર ખૂબ જ શાંત ખેલાડી છે અને તે ODI ટીમ માટે અસરકારક સાબિત થઈ શકે છે.
બીજી તરફ ઈશાન કિશનની વાતકરીએ તો તે જોરશોરથી બેટિંગ કરે છે. ત્રીજા નંબર પર આવીને, તે થોડી ઓવરમાં મેચનો પાસા ફેરવી શકે છે. ઈશાન કિશને ભારત માટે 2 ODI અને 2 T20ઈન્ટરનેશનલ મેચ રમી છે.
ઈશાન કિશનના નામે ODI અને T20 ઈન્ટરનેશનલમાં 1-1 અડધી સદી છે. ODI અને T20 ઈન્ટરનેશનલમાં ઈશાન કિશનનો બેટિંગસ્ટ્રાઈક રેટ 130થી વધુ છે.

રોહિતનો ફેવરિટ
સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન પણ નવા કેપ્ટન રોહિત શર્માની ખૂબ નજીક છે. રોહિતની કપ્તાનીમાં આ બંને ખેલાડીઓ વર્ષોથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે.
બીજી તરફ મેગા ઓક્શન પહેલા સૂર્યકુમારને મુંબઈએ જાળવી રાખ્યો છે. બીજી તરફ આ ટીમ ફરી એકવાર મેગા ઓક્સનમાં ઈશાન કિશનને ખરીદી શકે છે.
2021માંમુંબઈ પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું, પરંતુ ઈશાન કિશનના બેટથી આ લીગમાં તરખાટ મચાવ્યો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો