For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમારું આવું સ્વાગત ક્યારેય નથી થયું: મિતાલી રાજ

મહિલા વિશ્વ કપ 2017: મુંબઇ એરપોર્ટ પર ભારતીય મહિલા ટીમનું થયું શાનદાર સ્વાગત

By Shachi
|
Google Oneindia Gujarati News

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017માં શાનદાર રમતનું પ્રદર્શન કરી લોકોના મન જીતના મહિલા ક્રિકેટ ટીમ બુધવારે સવારે ઇંગ્લેન્ડથી મુંબઇ પહોંચી હતી. અહીં મુંબઇ એરપોર્ટ પર તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર મહિલા ક્રિકેટ ટીમના સ્વાગત માટે ઘણી ભીડ પણ જોવા મળી હતી અને તેમના આગમન સાથે 'ઇન્ડિયા-ઇન્ડિયા'ના નારા સાંભળવા મળ્યાં હતા.

"અમારું ક્યારેય આવું સ્વાગત નથી થયું"

મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજે અહીં મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'અમારું ક્યારેય આવું સ્વાગત નથી થયું. મહિલાઓ રમત-ગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી રહી છે, એ ઘણી સારી વાત છે. આ માટે તેમના વખાણ થવા જ જોઇએ.'

અહીં વાંચો -મહિલા ક્રિકેટ:આજે ઇનામની વર્ષા, જરૂરિયાતના સમયે થયું હતું કંઇક આવુંઅહીં વાંચો -મહિલા ક્રિકેટ:આજે ઇનામની વર્ષા, જરૂરિયાતના સમયે થયું હતું કંઇક આવું

"આ પરિવર્તન જરૂરી હતું"

મિતાલી રાજે આગળ કહ્યું કે, 'આ પરિવર્તનની ખૂબ જરૂર હતી. આ પહેલાં લોકોને મહિલા ક્રિકેટ અંગે વધુ જાણકારી નહોતી, પરંતુ અમારા પ્રદર્શને અમને ઓળખાણ અપાવી.' નોંધનીય છે કે, ફાઇનલ સુધી પહોંચેલ ભારતીય ટીમ માત્ર 9 રનથી વિશ્વ કપ હારી ગઇ હતી. આમ છતાં, પીએમ મોદી, પુરૂષ ક્રિકેટ ટીમ, બીસીસીઆઇથી માંડીને બોલિવૂડ સેલિબ્રિટીઝ અને ક્રિકેટના તમામ ફેન્સે ટીમ ઇન્ડિયાના પ્રદર્શનના વખાણ કર્યા હતા.

'મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી છે લિજન્ડ્સ'

ભારતીય ટીમની બોલર પૂનમ યાદવે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'અમે વિશ્વ કપ ભલે ન જીતી શક્યાં હોઇએ, પરંતુ ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું, જે વધારે મહત્વપૂર્ણ છે. લોકો હવે અમને ઓળખતા થયા છે. મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી લિજન્ડ્સ છે. અમે તેમને માટે વિશ્વ કપ જીતવા માંગતા હતા.'

મહિલા વિશ્વ કપ 2017

મહિલા વિશ્વ કપ 2017

23 જુલાઇના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ મહિલા વિશ્વ કપ 2017ની ફાઇનલ મેચ મહિલા વન ડે ઇન્ટરનેશનલની શ્રેણીમાં સૌથી વધુ જોવાયેલી મેચ છે. આ મેચ જોવા માટે લૉર્ડ્સ સ્ટેડિયમમાં 26 હજારથી પણ વધુ લોકો હાજર રહ્યા હતા. આઇસીસી મહિલા વિશ્વ કપ 2017ની આ ટૂર્નામેન્ટ દરમિાયન મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, ઝૂલન ગોસ્વામી, દીપ્તિ શર્મા, સ્મૃતિ મંધાના, પૂનમ રાઉત વગેરે જેવી મહિલા ખેલાડીઓ ખૂબ જાણીતી બની, જેમને આ પહેલાં ભાગ્યે જ કોઇ ઓળખતું હતું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Women's World Cup 2017: Indian women team's grand welcome at Mumbai airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X