For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Womens T20 World Cup 2023 Schedule : 10 ટીમો લેશે ભાગ, જાણો મહિલા ટી20 વિશ્વ કપનો સંપૂર્ણ કાર્યક્રમ

Womens T20 World Cup 2023 Schedule : મહિલા T20 વર્લ્ડ કપ 2023 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં 10 ટીમો ભાગ લેશે. આ વિશ્વ કપ કુલ 17 દિવસ સુધી ચાલશે. જેમાં કુલ કુલ 23 મેચો રમાશે.

|
Google Oneindia Gujarati News

Womens T20 World Cup 2023 Schedule : મહિલા ટી20 વિશ્વ કપ 2023ની શરૂઆત 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં યોજાવાનો છે. જેમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આ વિશ્વ કપ 17 દિવસ સુધી ચાલશે, જેમાં કુલ 23 મેચ રમાશે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમની નજર પહેલીવાર ટાઈટલ જીતવા પર છે.

Womens T20 World Cup 2023 Schedule

મહિલા T20 વર્લ્ડ કપ ક્યારે અને કેટલા સમય સુધી રમાશે?

મહિલા T20 વર્લ્ડ કપ ક્યારે અને કેટલા સમય સુધી રમાશે?

મહિલા T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરીથી યોજાશે, જે 26 ફેબ્રુઆરી સુધી દક્ષિણ આફ્રિકામાં રમાશે.

મહિલા T20 વર્લ્ડ કપમાં કેટલી ટીમો ભાગ લેશે?

મહિલા T20 વર્લ્ડ કપમાં કેટલી ટીમો ભાગ લેશે?

આ વખતે યજમાન દક્ષિણ આફ્રિકા સિવાય ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અનેપાકિસ્તાનની ટીમો મહિલા T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે.

દક્ષિણ આફ્રિકામાં 10 ટીમો વચ્ચેની મેચ ક્યાં રમાશે?

દક્ષિણ આફ્રિકામાં 10 ટીમો વચ્ચેની મેચ ક્યાં રમાશે?

ટુર્નામેન્ટની મેચો દક્ષિણ આફ્રિકાના કુલ ત્રણ મેદાનો પર રમાશે. કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ, પાર્લના બોલેન્ડ પાર્ક અને પોર્ટએલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં મેચો રમાશે.

ટુર્નામેન્ટની પ્રથમ મેચ કઈ ટીમ રમશે?

ટુર્નામેન્ટની પ્રથમ મેચ કઈ ટીમ રમશે?

મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચ 10 ફેબ્રુઆરીના રોજ કેપટાઉનમાં યજમાન દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાશે.

10 ટીમોને કેટલા જૂથોમાં વહેંચવામાં આવી છે?

10 ટીમોને કેટલા જૂથોમાં વહેંચવામાં આવી છે?

ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-Aમાં દક્ષિણ આફ્રિકાની સાથે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અનેન્યુઝીલેન્ડની ટીમો છે. આ સાથે ગ્રુપ-બીમાં ભારત, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ છે.

જાણો કઈ ટીમ સાથે થશે ભારતની પ્રથમ મેચ?

જાણો કઈ ટીમ સાથે થશે ભારતની પ્રથમ મેચ?

ભારતીય ટીમની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરીના રોજ કેપટાઉનમાં પાકિસ્તાન સામે થશે.

જાણો ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ક્યારે અને ક્યાં રમાશે?

જાણો ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ક્યારે અને ક્યાં રમાશે?

T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીના રોજ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Womens T20 World Cup 2023 Schedule : know the complete schedule of Womens T20 World Cup 2023
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X