વીડિયો: દર્શકો સ્ટીવ સ્મિથને દગાખોર કહી રહ્યા હતા, કોહલી બચાવમાં આવ્યા
વિરાટ કોહલીએ પોતાની કેપ્ટન શીપમાં ભારતીય ટીમને વર્લ્ડ કપમાં બીજી વાર જીત અપાવી છે. ભારતે ઑસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું છે. કોહલીએ આ મેચમાં 82 રન બનાવ્યા પરંતુ તેની સાથે પોતાની ખેલભાવનાથી લોકોનું દિલ પણ જીત્યું. ખરેખર સ્ટીવ સ્મિથ જયારે બાઉન્ડરી પાસે ઉભા હતા. ત્યારે ભારતીય ફેન્સ તેમના વિરુદ્ધ દગાખોર-દગાખોરના નારા લગાવી રહ્યા હતા. બેટિંગ કરી રહેલા વિરાટ કોહલી દર્શકોને ફટકાર લગાવતા જોવા મળ્યા.
બલિદાન બૅજ પર BCCIને ICCનોજવાબ- ધોનીએ નિયમ તોડ્યો

સ્મિથ માટે તાળીઓ પાડવાનું કહ્યું
વિરાટ કોહલીએ સ્ટીવ સ્મિથનો બચાવ કર્યો અને તેમને ભારતીય દર્શકોને આવું નહીં કરવા માટે મેદાનથી ઈશારો કર્યો. કોહલીએ દર્શકોને કહ્યું કે તેઓ હૂટિંગ કરવાને બદલે સ્મિથ માટે તાળીઓ પાડે. વિરાટ કોહલીના આ વ્યવહારને કારણે સ્મિથ ખુશ થયા અને તેમને કોહલી પાસે આવીને તેમની પીઠ થપથપાવી.

કોહલીએ ભારતીય દર્શકો તરફથી માંફી પણ માંગી
આ આખી ઘટના ત્યારે ઘટી જયારે હાર્દિક પંડ્યા આઉટ થઈને બહાર જવા દરમિયાન સ્ટીવ સ્મિથ થર્ડ મેન પર ફિલ્ડિંગ કરવા માટે આવ્યા હતા. વિરાટ કોહલીએ ત્યારપછી પ્રેસ કોન્ફ્રન્સ કરીને ભારતીય દર્શકો તરફથી માંફી પણ માંગી.
|
સોશ્યિલ મીડિયા પર તેમના ઘણા વખાણ થઇ રહ્યા
વિરાટ કોહલીનું આ વર્તન જોઈને સોશ્યિલ મીડિયા પર તેમના ઘણા વખાણ થઇ રહ્યા છે. આઈસીસી ઘ્વારા પણ એક વીડિયો ટવિટ કરીને વિરાટ કોહલીના વખાણ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેન્ક્રોફ્ટ ઘ્વારા બોલટેમ્પરિંગ કરવામાં આવ્યું હતું, જેને કારણે સ્મિથ પાસેથી કેપ્ટન પદ પાછું લઇ લેવામાં આવ્યું હતું અને તેમના પર 1 વર્ષની પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો