• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અનુષ્કાને લઇને ટેંપર થઇ ગયા વિરાટ, પત્રકારને આપી ગાળ

|

પર્થ, 3 માર્ચ : ટીમ ઇન્ડિયાના પ્રમુખ બેટ્સમેન અને ટીમના ઉપ કપ્તાન વિરાટ કોહલી હોળી પહેલા જ હોળીના રંગમાં દેખાયા. પર્થમાં મંગળવારે અભ્યાસ દરમિયાન કોહલી પોતાની પરનો કાબૂ ત્યારે ગુમાવી બેઠ્યા અને એક પત્રકારને ખરીખોટી સંભળાવી દીધી. જે જાણકારીઓ મળી રહી છે તે અનુસાર કોહલીએ અપશબ્દોનો પ્રયોગ કર્યો.

પ્રાપ્ત જાણકારી અનુસાર અભ્યાસ બાદ વિરાટ કોહલી જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જઇ રહ્યા હતા, તો તેઓ એક પત્રકારને જોઇને ભડકી ઊઠ્યા. વિરાટ કોહલીએ પત્રકારને અપશબ્દ કહેવાનું શરૂ કરી દીધું. પત્રકાર સાવ અચંબામાં પડી ગયો. તેને પોતાની ભૂલ સમજાઇ નહીં. બાદમાં માલૂમ પડ્યું કે કોઇ પત્રકારે વિરાટ અને અનુષ્કા સાથે જોડાયેલ પહેલા કોઇ સમાચાર લખ્યા હતા જેને લઇને વિરાટ કોહલી નારાજ હતા. વિરાટને જ્યારે ખબર પડી કે તેમણે પત્રકારને ઓળખવામાં ભૂલ કરી છે તો તેમણે તે પત્રકાર પાસે માફી માંગી લીધી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટીમ નિર્દેશક રવિ શાસ્ત્રીએ કોહલી સાથે જાતે વાત કરી અને તેને જણાવ્યું કે તે પોતાનો કન્ટ્રોલ ના ગુમાવે કારણ કે ભારતના ભવિષ્યના કપ્તાનને સાર્વજનિક રીતે આવું વર્તન અશોભનીય છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Indias premier batsman and teams vice-captain Virat Kohli today suddenly lost his cool after the training session here today as he hurled abuses at a journalist before the sides group league game against West Indies at the WACA on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X