• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

year ender 2019: વર્ષ 2019માં 5 ક્રિકેટરોએ કર્યા લગ્ન, ત્રીજા નંબરવાળી વાઈફ છે ખૂબ જ સુંદર

|

વર્ષ 2019માં ક્રિકેટ જેવા રોમાંચક ખેલમાં ઘણા રેકોર્ડ્ઝ બને છે અને તૂટતા જોવા મળે છે. વળી, મેદાનની બહાર ઘણા ખેલાડીઓ પોતાના અંગત જીવન માટે પણ છવાયેલા રહ્યા. આ વર્ષે અમુક ક્રિકેટરોએ જીવનભર માટે પોતાની હમસફરને પસંદ કરી લીધા. આમાંથી અમુક ભારતીય ક્રિકેટર્સ પણ શામેલ રહ્યા. આવો નજર નાખીએ એ 5 ક્રિકેટરો પર જેમણે આ વર્ષે લગ્ન કર્યા. આમાં ત્રીજા નંબરવાળા ક્રિકેટરની વાઈફ ખૂબ જ સુંદર છે.

મનીષ પાંડે

મનીષ પાંડે

ભારતીય ક્રિકેટર મનીષ પાંડે 2 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા. તેઓ પોતાનુ દિલ એક અભિનેત્રી પર હારી ગયા છે જેનુ નામ છે આશ્રિતા શેટ્ટી. અભિનેત્રી પર દિલ હારવાનુ કોઈ નવી વાત નથી. યુવરાજ સિંહ, વિરાટ કોહલી, હરભજન સિંહ અને ઝહીર ખાન જેવા જાણીતા ખેલાડીઓએ પણ બોલિવુડ અભિનેત્રી સાથે જિંદગી વીતાવવાનો નિર્ણય કર્યો છે. હવે તેમની સાથે મનીષ પાંડે અભિનેત્રીના થવા જઈ રહ્યા છે. મનીષ પાંડે અને આશ્રિતા શેટ્ટીના લગ્નના સમાચારની પુષ્ટિ આ વર્ષે ઓક્ટોબરમાં જ થઈ ગઈ હતી કારણકે બંનેએ એકબીજાને ઘણા સમયથી ડેટ કરવાની અફવા ફેલાવી હતી. આશ્રિતા શેટ્ટી સાઉથ ફિલ્મોનો એક જાણીતો ચહેરો માનવામાં આવે છે. તેમણે 2010માં એક સૌદર્ય પ્રતિસ્પર્ધા જીત્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય લીધો હતો. આશ્રિતા અત્યાર સુધી પાંચ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. એ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે તે આર.પન્નીરસેલ્વમના નિર્દેશનમાં એક આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.

મહેંદી હસન

મહેંદી હસન

બાંગ્લેદેશ ક્રિકેટ ટીમના યા ઑલરાઉન્ડર મહેંદીહસ મિરાજે 21 માર્ચના રોજ લગ્ન કર્યા. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ રાબિયા અખ્તર પ્રીતિ સાથે તેમના ઘરે લગ્ન કર્યા. બંને વચ્ચે છ વર્ષથી સંબંધ હતો. મહેંદીએ બાંગ્લાદેશ તરફથી 22 ટેસ્ટ, 38 વનડે અને 13 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં ઑલરાઉન્ડરે કુલ 638 રન બનાવવા સાથે 90 વિકેટ પણ ચટકાવી છે જ્યારે વનડેમાં 381 રન બનાવ્યા છે અને 37 વિકેટ પણ લીધી છે. ટી20માં મહેંદીના નામે 94 રન અને 4 વિકેટ નોંધાયેલા છે.

આ પણ વાંચોઃ કેટલા કમાય છે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ? જાણીને ચોંકી જશો તમે

નિતીશ રાણા

નિતીશ રાણા

આઈપીએલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમનાર ધાકડ બેટ્સમેન નિતીશ રાણાએ પોતાની ગર્લફ્રેન્ડ સાચી મારવાહ સાથે 19 ફેબ્રુઆરીના રોજ સાત ફેરા લીધા. સાચી વ્યવસાયે આર્કિટેક્ટ છે અને તે દિલ્લીમાં રહે છે અને બંનેએ ગયા વર્ષે સગાઈ કરી હતી. તેમણે ગુરુગ્રામ સ્થિત સુશાંત સ્કૂલ ઑફ એન્ડ આર્કિટેક્ચરથી ઈન્ટીરિયર ડિઝાઈનનો કોર્સ કર્યો. સાચી પોતાના નામથી એક ડિઝાઈન સ્ટુડિયો ચલાવે છે. તે આની કો-ફાઉન્ડર છે. સાચીને આઈપીએલ મેચો દરમિયાન નિતીશ અને તેમની ટીમને ચિયર કરતા જોઈ શકાય છે. સાચી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ 28 હજારથી વધુ છે, જ્યાં તે ઘણી વાર પોતાના ફોટા નિતીશ સાથે શેર કરતી રહે છે.

હસન અલી

હસન અલી

પાકિસ્તાની ઝડપી બોલર હસન અલીએ 20 ઓગસ્ટના રોજ ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કર્યા. તેમણે હરિયાણવી યુવતી શામિયા આરઝૂ સાથે નિકાહ કર્યા. નિકાહ દૂબઈમાં થયા. શામિયા અમીરાત એરલાઈન્સમાં ફ્લાઈટ એન્જિનિયર છે અને દુબઈમાં જ રહે છે. જ્યારે તેમનો પરિવાર હરિયાણામાં નૂંહમાં રહે છે. શામિયાએ માનવ રચના વિશ્વવિદ્યાલયમાંથી એરોનોટિક્સની ડિગ્રી લીધી છે અને ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો છે. હસન અલી અને શામિયાની મુલાકાત એક વર્ષ પહેલા દુબઈમાં થઈ હતી અને તેમની દોસ્તી ધીમે ધીમે વધતી ગઈ. હસન અલીએ પોતે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યુ કે મે પોતાની પસંદગીની અભિવ્યક્તિ પહેલા કરી અને તેને પ્રપોઝ કર્યુ ત્યારબાદ અમારા પરિવારોએ જવાબદારી સંભાળી.

કૃષ્ણપ્પા ગૌથમ

કૃષ્ણપ્પા ગૌથમ

ભારતીય ક્રિકેટના સ્ટાર ઑલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌથમે પોતાની ગર્લફ્રેન્ડ અર્ચના સુંદર સાથે 6 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા. અર્ચના ગૌથમ સાથે તેમને ઘણા સમયથી અફેર હતુ. તેમના લગ્નમાં સૌથી વધુ ચર્ચામાં એક ફોટો વાયરલ થયો હતો જેમાં દુલ્હન ગૌથમને સ્કૂટી બેસાડીને લઈ જતી જોવા મળી રહી છે. કર્ણાટકમાં જન્મેલા આ ઑલરાઉન્ડરને કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ટીમમાં રાખ્યા છે. 2018ની હરાજી વખતે ગૌથમને રૉયલ્સે તેમની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. ગૌથમે ધમાકેદાર ખેલ બતાવ્યો હતો પરંતુ 2019ની સિઝન માટે ખરાબ સાબિત થયુ જેમાં તે માત્ર 7 જ મેચ રમી શક્યા. તેમણે ગઈ સિઝનમાં 6.2 કરોડમાં રાજસ્થાને બાદમાં પોતાની ટીમમાં જોડ્યા હતા. પરંતુ તેમણે માત્ર એક વિકેટ લેવા ઉપરાંત સાત મેચોમાં 18 રન બનાવ્યા હતા જ્યારે 2018ની સિઝનમાં આ 31 વર્ષીય ખેલાડીએ 15 મેચોમાં 126 રન બનાવી અને 11 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
year ender 2019: 5 cricketers who get married in the year 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more