• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ દાયકામાં રોમાંચક રહી ટેસ્ટ ક્રિકેટની આ 5 ટીમની કહાની

|

21મી સદીનો પહેલો દાયકો ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો, જેમાં ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટની સાથે દરેક ફોર્મેટમાં પોતાનો દબદબો દેખાડ્યો. જોકે આગામી 10 વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ, કાંગારુ ટીમના દિગ્ગજો રિટાયર થઈ ચૂક્યા છે. આ સદીના બીજા દાયકામાં બાકીની ટીમોની રમત પણ સુધરી છે.

આ દાયકો એવો રહ્યો જેમાં જુદા જુદા સમયે જુદી જુદી ટીમોનો સમય આવ્યો અને તેમણે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાની કોશિશ કરી, તો કોઈ ટીમનું પર્ફોમન્સ અમુક સમયે નબળું પડતું ગયું. સરવાળે કેટલીક ટીમોનું પ્રદર્શન પેન્ડુલમ જેવું રહ્યું. જો કે કેટલીક ટીમો એવી પણ રહી જેમની આ દાયકાની યાત્રા બાકીની ટીમની તુલનામાં શાનદાર રહી, તો બાકીની ટીમોની દુર્ગતી પણ થઈ.

5. ન્યૂ ઝીલેન્ડ

5. ન્યૂ ઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડ એવી ટીમ છે, જેમણએ આ દાયકાં સૌથી ઓછી 81 ટેસ્ટ રમી છે. આ દરમિયાન ટીમ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ. જેને ટીમે સારી રીતે સંભાળ્યો. ડેનિયલ વિટોરીની કેપ્ટનશિપમાં દાયકાની શરૂઆત થઈ હતી. બાદમાં બ્રેન્ડન મેકુલમે ટીમની કમાન સંભાળી અને પોતાનો આક્રમક ટચ પણ દર્શાવ્યો. છેલ્લે કેન વિલિયમસનને કેપ્ટન બનાવાયા જેમણે શાંતિપૂર્વક અને ચતુરાઈ પૂર્વક કેપ્ટનશિપ કરી.

કિવિઝે આખા દાયકામાં કોઈ પણ સિરીઝમાં 3થી વધારે મેચ નથી રમી. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન સામે તેમને હાર મળી. ઓક્ટોબર 2013 સુધી તેમના માટે સમય કપરો હતો. 15 સિરીઝમાં તેઓ ફક્ત 3 જીત્યા હતા જેમાંથી બે જીત ઝિમ્બાબ્વે વિરુદ્ધની હતી. બાદમાં કિવિઝે પોતાનું પ્રદર્શન સુધાર્યુ અને 10માંથી 6 સિરીઝ જીતીને ટેસ્ટમાં કમબેક કર્યું. બાદમાં દક્ષિણ આફ્રિકા અને ભારત સામે ફરી તેમનો પરાજય થયો.

પરંતુ કેન વિલિયમસનના નેતૃત્તવમાં ટીમે કમબેક કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યું. 2017માં ફરી દક્ષિણ આફ્રિકાએ તેમને હરાવ્યા. જો કે તેમ છતાંય કિવિઝે લય જાળવી રાખતા સારુ પ્રદર્શન કર્યું અને ડિસેમ્બર 217થી લઈને આ દાયકાના અંત સુધી તેઓ અપરાજિત રહ્યા છે. સતત પાંચ સિરીઝ જીતતા પહેલા તેમણે 2 સિરીઝ ડ્રો કરી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ દાયકાની હાલની સિરીઝમાં તેમનું પ્રદર્શન સારુ રહ્યું છે.

જીત/હારનો ગુણોત્તરઃ 1.103

4. ઈંગ્લેન્ડ

4. ઈંગ્લેન્ડ

140થી વધુ વર્ષો બાદ જ્યારથી ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂ કરી, જેમાં આ દયકો ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે મહત્વનો સાબિત થયો. આ ટીમે 1 હજાર ટેસ્ટ પૂરી કરી અને 10 વર્ષમાં 125 ટેસ્ટ રમી. શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ડ્રો બાદ અંગ્રોજેએ કૂકના નેતૃત્તવમાં સતત 6 સિરીઝમાં વિજય મેળવ્યો.

પરંતુ 2012 બાદ તેમનો બીજો સમય શરૂ થયો. 215 સુધી તેમણે 11 ટેસ્ટ સરીઝ રમી અને 5 જ જીતી શક્યા. આ દાયકાની શરૂઆતમાં ઈંગ્લેન્ડના કેટલાક ટોચના ખેલાડીઓ રિટાયર થયા તો કેટલાક ખરાબ ફોર્મના કારણે ડ્રોપ થયા. ટીકાને કારણએ કૂકે કેપ્ટન્સી છોડી દીધી અને જવાબદારી રૂટને સોંપવામાં આવી.

દાયકાના અંતમાં તેમનું પ્રદર્શન મિશ્ર રહ્યું. તેમણે 2013માં એશિઝ જીતી હતી પરંતુ આ વર્ષે તેમણે એશિઝ ગુમાવી દીધી. 2015માં ઈંગ્લેન્ડ પાછુ જીત્યું અને 2017માં હારી ગયું. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 2019ની ટુર્નામેન્ટમાં સિરીઝ ઢ્રો કરાવી અને એશિઝ યથાવત્ રાખી. ઈંગ્લેન્ડના બે યાદગાર પ્રદર્શન ભારત અને શ્રીલંકા વિરુદ્ધ દાયકાના આંતમાં રહ્યા

જીત/હારનો ગુણોત્તરઃ 1.266

3. ઓસ્ટ્રેલિયા

3. ઓસ્ટ્રેલિયા

આ દાયકામાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઘણું થયું. રિકી પોન્ટિંગ, માઈકલ ક્લાર્ક સહિતના ખેલાડીઓ રિટાયર થયા. ફિલ હ્યૂજના નિધન જેવા દુઃખદ સમાચાર પણ આવ્યા. એટલે સુધી કે દાયકાના અંતમાં વોર્નર, સ્ટીવ સ્મિથ બોલ ટેમ્પરિંગ કેસમાં ફસાયા. જો કે આ દાયકામાં તેઓ ગત વખતની જેમ દબદબો ન જાળવી શક્યા, તેમ છતાંય તેમના માટે દાયકો સારો રહ્યો.

ઓસ્ટ્રેલિયન ટીમે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે જીત સાથે દાયકાની શરૂઆત કરી. એમસીસી સ્પિરિટ ઓફ ટેસ્ટ ક્રિકિટ સિરીઝમાં તેમણે એક મેચ જીતી પણ બીજી હારી ગયા. જો કે 2010માં ભારત અને શ્રીલંકા સામે હાર સાથે તેમણે એશિયન ઉપખંડમાં સંઘર્ષ કરવો પડ્યો.

આ એ દાયકો છે જ્યારે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વિરુદ્ધ ગળાકાપ સ્પર્ધા જોવા મળી. ભારતે 2013માં ઓસ્ટ્રેલિયાને વ્હાઈટ વૉશ કરી દીધો. પછીના વર્ષે પાકિસ્તાને 2 મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો.

ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા માટે સારો સમય શરૂ થયો. એશિઝની સ્ટોરી તમે ઈંગ્લેન્ડના સેક્શનમાં વાંચી ચૂક્યા છો, પરંતુ દાયકાના અંતમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડમાં રમીને એશિઝ રિટેન કરવામાં સફળતા મેળવી.

કાંગારુઓ 2017માં ભારત આવ્યા. પરંતુ વર્ષના અંતરે તેઓ ભારત સામે હારી ગયા. જે તેમના સૌથી ખરાબ પ્રદર્શનમાંનું એક છે.

જીત/હારનો ગુણોત્તર:1.447

2. દક્ષિણ આફ્રિકા

2. દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકા આ દાયકાના શરૂઆતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોમાંની એક હતી, પરંતુ પરિવર્તનના કારણે ટીમની સ્થિતિ બદલાઈ. આ દાયકાની પહેલી છ સિરીઝમાં તેમને વેસ્ટ ઈન્ડિઝ સામે એક માત્ર જીત મળી, બાકીની સિરીઝ તેઓ ડ્રો કરી શક્યા. ડિસેમ્બર 2011માં તેમને જીત મળતી ગઈ. 2013ની શરૂઆતમાં છ ડોમેસ્ટિક અને વિદેશી સિરીઝમાં વિજય મેળવ્યો.

બાદમાં પાકિસ્તાન સામેની મેચ ડ્રો થઈ, તેમણે ભારતને ભારતમાં હરાવીને વાપસી કરી. 2014માં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકામાં રમત 2-1થી હરાવ્યા. આ હાર બાદની 17 સિરીઝમાંથી પ્રોટિયાઝે 12 સિરીઝ જીતી લીધી. સાઉથ આફ્રિકાને ફ્કત ઈંગ્લેન્ડ સામે 2 વાર, ભારત અને શ્રીલંકા સામેની સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો. તો બાંગ્લાદેશ વિરુદ્ધની સિરીઝ ડ્રો રહી.

જો કે પ્રોટિયાઝ માટે દાયકો સારી રીતે પૂરો ન થયો. 2019માં શ્રીલંકા અને ભારતે તેમનો સફાયો કરી દીધો. ટીમમાં બદલાવનો પ્રભાવ છેલ્લા ગાળામાં દેખાયો. તેમ છતાંય દક્ષિણ આફ્રિકા આસાનીથી આ દાયકાની સૌથી મજબૂત ટીમ રહી.

જીત/હારનો ગુણોત્તર: 1.760

1. ટીમ ઈન્ડિયા

1. ટીમ ઈન્ડિયા

2011ના પહેલા હાફ સુધી ટીમ ઈન્ડિયા સપનાની સવારીની માફક ધોનીના નેતૃત્ત્વમાં અજેય રહી. તેમણે બાંગ્લાદેશમાં જીત મેળવી અને દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ ડ્રો કરી. બાદમાં 2010માં શ્રીલંકાના પ્રવાસે વધુ એક સિરીઝ ડ્રો કરી. 2010ના અંત સુધીમાં ભારતે હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને હાર આપી. બાદમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિદેશમાં જઈને સિરીઝ ડ્રો કરી. તેમણે 2011માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સારી શરૂઆત કરી.

પરંતુ બાદમાં ભારત માટે વિદેશમાં મુશ્કેલ દોર શરૂ થયો. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમે તેમને વ્હાઈટ વૉશ કર્યો. આ એ સમય હતો જ્યારે ટીમ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી હતી, આ સમયે ધોનીની કેપ્ટન્સીની ટીકા પણ થઈ.

જો કે ટીમ હોમ ગ્રાઉન્ડ પર સારું પ્રદર્શન કરી રહી હતી, પરંતુ ઈંગ્લેન્ડે ભારતને ભારતમાં જ હરાવીને પરિસ્થિતિ ખરાબ કરી દીધઈ. જો કે બાદમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનો વ્હાઈટવોશ કર્યો. કેટલીક બીજી હાર બાદ ધોનીએ કેપ્ટન્સી વિરાટ કોહલીને સોંપી દીધી.

ધોનીના સમયના બોલર્સે કોહલીના ગાળામાં સારુ પ્રદર્શન કર્યું. જેનું કારણ કોહલીની બોલિંગની થિન્કિંગ અને તેમની આક્રમક કેપ્ટન્સી હતી. જેના કારણે ફાસ્ટ બોલર્સમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો. વિરાટ કોહલીએ એક નવા સપનાની શરૂઆત કરી અને ટીમને રેન્કિંગમાં આગળ લઈ ગયા. જો કે અત્યાર સુધીની બેસ્ટ ટીમ હોવા છતાંય વિદેશમાં ભારત દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે હાર્યું.

પરંતુ બાદમાં 2018માં તેઓ ઓસ્ટ્રેલિયાને તેમના જ હોમગ્રાઉન્ડમાં હરાવવામાં સફળ રહ્યા. જો કે આ ટીમમાં વોર્નર - સ્મિથ જેવા ધુરંધર નહોતા રમી રહ્યા. નિસંકોચ ટીમ ઈન્ડિયા આ યુગની શ્રેષ્ઠ ટીમોમાંની એક હતી અને આ ટીમના ખેલાડીઓ સતત સારુ ક્રિકેટ રમી રહ્યા હતા.

જીત/હારનો ગુણોત્તર: 1.931

Year Ender 2019: ટેસ્ટમાં આ વર્ષે રહ્યો મયંક અગ્રવાલનો દબદબો, જબરો સ્કોર કરનાર ટૉપ બેટ્સમેનYear Ender 2019: ટેસ્ટમાં આ વર્ષે રહ્યો મયંક અગ્રવાલનો દબદબો, જબરો સ્કોર કરનાર ટૉપ બેટ્સમેન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
year ender 2019 know about 5 teams which did wonders in test cricket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X