• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Year Ender 2019: વર્ષ 2019માં બન્યા 5 અનોખા રેકોર્ડ, તોડવા બહુ મુશ્કેલ

|

ક્રિકેટ અનિશ્ચિતતાઓથી ભરેલી ગેમ છે, જેમાં અવારનવાર કેટલાય રેકોર્ડ્સ બને છે અને કેટલાય ટૂટે છે. વર્ષ 2019માં ફેન્સને એવા મુકાબલા જોવા મળ્યા છે જેણે રોમાંચ ચાર ગણો કરી દીધો છે. જેમાં ઈંગ્લેન્ડમાં થયેલ આઈસીસી વર્લ્ડ કપનો ફાઈનલ મુકાબલો પણ રહ્યો જે સુપર ઓવર ટાઈ હોવા છતાં વધુ બાઉન્ડ્રીના આધારે ખતમ થયો હતો. આ ઉપરાંત કેટલાક એવા રેકોર્ડ્સ પણ સ્થાપિત થયા જેના પર વિશ્વાસ કરવો પણ ભારે મુશ્કેલ થઈ જાય છે. આજે અમે તમને 5 એવા અનોખા રેકોર્ડ્સ વિશે જણાવશું જે આ વર્ષે બન્યા છે અને તે તોડવા બહુ મુશ્કેલ છે.

એકપણ રન આપ્યા વિના 6 વિકેટ ખેરવી

એકપણ રન આપ્યા વિના 6 વિકેટ ખેરવી

બોલરે વિકેટ ખેરવવા માટે એડી ચોટીનું જોર લગાવવું પડતું હોય છે. આ વર્ષે એક મહિલા ખેલાડીએ એકપણ રન આપ્યા વિના 6 વિકેટ ખેરવીને અદ્ભુત રેકોર્ડ સ્થાપિત કરી દીધો. નેપાળની મહિલા ક્રિકેટર અંજલિ ચંદાએ 13મા દક્ષિણ એશિયાઈ ખેલોમાં માલદીવ વિરુદ્ધ એક મેચમાં એકપણ રન આપ્યા વિના 6 વિકેટ ખેરવવાનું કારનામું દેખાડી બતાવ્યું હતું. આ આંકડાની સાથે જ તેમણે મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરવાનો ઈતિહાસ રચી દીધો. આવું કારનામું પહેલી વાર જોવા મળ્યું છે. નેપાળે 0.5 ઓરમાં એકપણ વિકેટના નુકસાન વિના 17 રન બનાવી મેચ 10 વિકેટથી જીતી લીધો હતો. અગાઉ આ રેકોર્ડ મલેશિયાઈ ખેલાડી માસ એલિસાનો હતો, જેમણે આ વર્ષે જાન્યુઆરીમાં ચીનની મહિલાઓ વિરુદ્ધ 4 ઓવરમાં ત્રણ રન આપી છ વિકેટ ખેરવી લીધી હતી. અગાઉ આ રેકોર્ડ મલેશિયાઈ ખેલાડી માસ એલિસાનો હતો, જેમણે આ વર્ષે જાન્યુઆરીમાં ચીનની મહિલાઓ વિરુદ્ધ 4 ઓવરમાં ત્રણ રન આપી છ વિકેટ ખેરવી હતી.

સતત 7 દિવસ ગેમ ચાલી

સતત 7 દિવસ ગેમ ચાલી

આમ તો મેચ એક દિવસની હોય છે. જ્યારે પાંચ દિવસ ચાલતી ટેસ્ટ મેચમાં પણ ખેલાડીઓ દિવસમાં માત્ર 8 કલાક જ મેદાન પર રહે છે, પરંતુ આ વર્ષે ઈંગ્લેન્ડમાં એક ક્રિકેટ ્લબે સતત 7 દિવસ સુધી ક્રિકેટ રમવાનો રેકોર્ડ બનાવી દીધો. બેડફૉર્ડશરના એક ક્લબના ખેલાડી કોઈપણ વસ્તુની પરવા કર્યા વિના મેદાન પર જામી ગયા. બ્લનહામ ક્રિકેટ ક્લબના 24 ખેલાડી જરા પણ આરામ કર્યા વિના તેજ ગરમી અને અટકી અટકીને આવી રહેલ વરસાદ વચ્ચે પણ મેદાનમાં રમતા રહ્યા. આ ક્લબે સતત 168 કલાક ક્રિકેટ રમ્યું જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ રેકોર્ડને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધવામાં આવ્યો છે. ખેલાડી દરરોજ 21 કલાક મેદાનમાં વિતાવતા હતા અને 2 કલાક જ ઊંઘતા હતા.

રોહિતનો વર્લ્ડ રેકોર્ડ

રોહિતનો વર્લ્ડ રેકોર્ડ

આ વર્ષ હિટમેન રોહિત શર્મા માટે પણ બહુ ખાસ રહ્યું. આ દરમિયાન તેમના નામે એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે જે ટૂટવો બહુ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાના નાયબ કેપ્ટન અને સલામી બેટ્સમેન રોહિત શર્માએ ઈંગ્લેન્ડમાં નોંધાયેલ વર્લ્ડ કપમાં 9 ઈનિંગમાં 648 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 1 ફીફ્ટી સામેલ છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું પહેલીવાર છે જ્યારે એક ખેલાડી એક ર્લ્ડ કપમાં 5 સદી ફટકારે છે. અગાઉ શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન કુમાર સંગાકારાએ વર્લ્ડ કપ 2015માં 4 સદી ફટકારી હતી, પરંતુ રોહિત શર્માએ આ રેકોર્ડ તોડ્યો હતો.

ઝીરો પર આઉટ થયા બધા બેટ્સમેન

ઝીરો પર આઉટ થયા બધા બેટ્સમેન

કોઈપણ મેચમાં થોડાઘણા રન તો બની જ જાય છે. ક્રીઝ પર 11 ખેલાડી ઉતરે છે તો એવામાં કોઈ એક દ્વારા કેટલાક રન કાઢવાના પૂરા ચાંસ હોય છે. પરંતુ આ વર્ષે એક એવી મેચ જોવા મળી જેમાં આખી ટીમ ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગઈ. જણાવી દઈએ કે નેમ્બરમાં મુંબઈના પ્રતિષ્ઠિત સ્કૂલ ટૂર્નામેન્ટમાં હૈરિસ શીલ્ડના પહેલા રાઉન્ડને નૉક આઉટ મેચમાં એક ટીમનો એકપણ બેટ્સમેન રન બનાવી ના શક્યો અને તેમણે 754 રને હાર ભોગવવી પડી. સ્વામી વિવેકાનંદ સ્કૂલ અને ચિલ્ડ્રન વેલફેર સેન્ટર સ્કૂલની વચ્ચે આ મેચ રમાયો હતો. આ મેચમાં ચિલ્ડ્રન વેલફેર સેન્ટર સ્કૂલનો એકપણ બેટ્સમેન રન નહોતો બનાવી શક્યો.

બે સલામી બેટ્સમેનની સદી

બે સલામી બેટ્સમેનની સદી

આમ તો ટી20 ક્રિકેટમાં સદી લગાવવી કોઈપણ બેટ્સમેન માટે મોટી વાત હોય છે, પરંતુ આ વર્ષે આઈપીએલ દરમિયાન એક મેચમાં ઓપનિંગ જોડીએ સદી ફટકારી. 31 માર્ચ 2019ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાયો હતો. આ દરમિયાન હૈદરાબાદની સલામી જોડી ડેવિડ વોર્નર અને જૉની બેરસ્ટોએ સદી ફટકારી હતી. બંનેએ મળી પહેલી વિકેટ માટે 185 રનોની રેકોર્ડતોડ ભાગીદારી નોંધાવી હતી. અગાઉ ટી20 લીગના ઈતિહાસમાં એક જ મેચમાં એક જ ટીમના બે સલામી બેટ્સમેને સદી ફટકારી હતી. બેરસ્ટોએ 6 બોલમાં 114 રન અને ડેવિડ વોર્નરે 55 બોલમાં 100 રન બનાવ્યા હતા.

રિકી પોન્ટિંગે કહ્યું- આ ખેલાડી ઘણી મેચોમાં દિલ્હી કેપિટલ્સને વિજય અપાવશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Year Ender 2019: unique cricket records have been made in 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more