India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતના કયા ખેલાડીએ પહેલી સેન્ચ્યુરી મારી હતી?

|
Google Oneindia Gujarati News

ફટાફટ ક્રિકેટમાં આજે ભારત એક મહત્વનું નામ બની ચૂક્યુ છે. વન ડે ક્રિકેટમાં તેન્ડુલકર, કોહલી અને ગાંગલીએ સેન્ચ્યુરીના ઢગલા ખડક્યા છે. પરંતુ એ જાણવું રસપ્રદ છે કે વન ડે ક્રિકેટમાં ભારત તરફથી પહેલી સેન્ચ્યુરી કોણે ફટકારી હતી? વિશ્વકપ ક્રિકેટમાં ભારત તરફથી કયા ખેલાડીએ પહેલી સેન્ચ્યુરી લગાવી હતી?

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ક્યારે રમી હતી પહેલી વન ડે, કેવું હતું પ્રદર્શન?

કપિલ દેવનું કારનામું

કપિલ દેવનું કારનામું

વન ડે ઈન્ટરનેશનલમાં ભારત તરફથી પહેલી સદી મારવાનો રેકોર્ટ મહાન ઓલરાઉન્ડર કપિલ દેવ નિખંજના નામે છે. તો વિશ્વકપ ક્રિકેટમાં પહેલી સદી લગાવનાર ખેલાડી પણ કપિલ દેવ જ છે. કપિલ દેવની આ સેન્ચ્યુરી ઘણી રીતે યાદગાર અને ઐતિહાસિક છે. 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ હતા. ત્યારે વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટમાં દબદબો હતો. ભારતના પડકારને કોઈએ ગંભીરતાથી નહોતો લીધો. પરંતુ તમામ પૂર્વાનુમાનોને ખોટા સાબિત કરીને ભારતે વર્લ્ડ કપ જીતી લીધો. પણ આ જીત કોઈ આસાન જીત નહોતી. ઘણી મુશ્કેલીઓ પાર કરીને ભારત જીત સુધી પહોંચ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી અઘરી મેચ ઝિમ્બાબ્વે સામે રહી હતી. જો કપિલ દેવ ન હોત તો વિશ્વકપમાં ભારતનો સફર ત્યાં જ અટકી ગયો હોત.

ઝિમ્બાબ્વે વિરુદ્ધ ઈન્ડિયા

ઝિમ્બાબ્વે વિરુદ્ધ ઈન્ડિયા

ભારતની પહેલી મેચ વર્લ્ડ કપ વિજેતા વિન્ડિઝ સામે હતી. પહેલી જ મેચમાં ભારતે સૌથી તાકાતવર ટીમને હરાવી હોબાળો મચાવી દીધો. ભારતની આશાઓ વધી ગઈ. 18 જૂન, 21983માં ભારત અને ઝિમ્બાબવે વચ્ચે ટુર્નામેન્ટની 20મી મેચ હતી. મેચમાં ભારતે ખાતું પણ નહોતું ખોલ્યું કે ગાવસ્કર આઉટ થઈ ગયા. 2 રનના સ્કોરે શ્રીકાંત પણ પેવેલિયન પાછા ફર્યા. 3 રન પર મોહિન્દર અમરનાથની ત્રીજી વિકેટ પડી. 4 રનના સ્કોરે ભારતના સંદીપ પાટિલ આઉટ થયા. અત્યાર સુધી સારું રમી રહેલી ટીમ ઈન્ડિયાની બેટિંગ પત્તાના મહેલની જેમ પડી ગઈ. 17 રન પર 5 વિકેટ પડ્યા બાદ માની લેવાયું કે ભારતની હાર નક્કી છે. ભારતીય બેટસમેનો તું જા હું આવું છું ની જેમ રમી રહ્યા હતા. 78 રન પર 7 વિકેટ પડ્યા ત્યારે ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ રેડિયો પર કોમેન્ટ્રી પણ બંધ કરી દીધી. પરંતુ બનવાનું કંઈક અલગ જ હતું. એક ઇતિહાસ રચાવાનો બાકી હતો.

કપિલનો કરિશ્મા

કપિલનો કરિશ્મા

5મી વિકેટ પડ્યા બાદ કેપ્ટન કપિલ દેવ મેદાન પર હતા. જ્યારે જબરજસ્ત બેટ્સમેનો ફ્લોપ થઈ રહ્યા હતા ત્યારે કપિલ દેવને મધ્યમ ગતિના બોલર મદન લાલે સાથ આપ્યો. કપિલ દેવે ઝિમ્બાબ્વેના બોલર્સનો ખોફ અટકાવવા માટે જવાબી હુમલાની વ્યૂહરચના બનાવી. તેમણે એવું રૌદ્ર સ્વરૂપ અપનાવ્યું કે ઝિમ્બાબ્વેના બોલર્સના હોશ ઉડી ગયા. કપિલ દેવની તોફાની બેટિંગથી ઝિમ્બાબ્વેની ટીમ હતપ્રભ થઈ ગઈ. કપિલ દેવે 8મી વિકેટ માટે મદન લાલ સાથે 62 રનની પાર્ટનરશિપ કરી. પછી વિકેટકીપર સૈયદર કિરમાણી સાથે કપિલે 126 રનની પાર્ટનરશિપ કરી ભારતનો સ્કોર 266 સુધી પહોંચાડ્યો. આ દરમિયાન કિરમાણીએ માત્ર 24 રન બનાવ્યા હતા. જ્યારે કપિલે તાબડતોબ 102 રન ફટકાર્યા હતા. કપિલ દેવના નોટઆઉટ 173 રનમાં 16 બાઉન્ડ્રી અને 6 સિક્સર્સ સામેલ હતી. કપિલ દેવે માત્ર 138 બોલમાં 175 રન બનાવ્યા હતા. કપિલની આ બેટિંગથી બધા જ હતપ્રભ હતા. આ પહેલા ભારતના કોઈ બેટ્સમેને વન ડે મેચમાં સેન્ચ્યુરી નહોતી મારી. અને આ તો વર્લ્ડ કપ હતો. કપિલ આમ તો ફાસ્ટ બોલર હતા, જે બેટિંગ પણ કરી શક્તા હતા. પરંતુ તે આવી સ્થિતિમાં આવી ધમાકેદાર બેટિંગ કરશે, તે કોઈએ નહોતું વિચાર્યું.

કપિલની સેન્ચ્યુરીના કારણે જીત્યું ભારત

કપિલની સેન્ચ્યુરીના કારણે જીત્યું ભારત

ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર કેબિન કરેન અરાઉસને 3-3 વિકેટ ઝડપી ભારતને દિવસે તારા બતાવી દીધા હતા. આ એ જ કેબિન કરન છે, જેનો પુત્ર સેમ કરન ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર છે. સેમ કરન આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ માટે રમે છે. કપિલની સેન્ચ્યુરીના કારણએ ભારતે 266નું પડકારજનક લક્ષ્ય આપ્યું. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઝિમ્બાબ્વે તરફથી ફાસ્ટ બોલર કેબિન કરેને સૌથી વધુ 73 રન બનાવ્યા. અને ભારત 31 રનથી મેચ જીતી ગયું. કપિલ દેવે કેપ્ટન્સ ઈનિંગ રમીને ભારતને હારના મોઢામાંથી જીત અપાવી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
you know who is indian batsman hit first entury in world cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X