શ્રીલંકામાં મેચ રમવા જનાર ગુજરાતી ક્રિકેટરની ડૂબવાથી થઇ મોત

Written By:
Subscribe to Oneindia News

ક્રિકેટની દુનિયામાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે. નવોદિત ગુજરાતી ક્રિકેટરની શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થઇ છે. હાલ જે પ્રાપ્ત માહિતી મળી રહી છે તે મુજબ શ્રીલંકામાં અંડર 17ની ટીમમાં આ ખેલાડી રમવા આવ્યો હતો. અને તે આઇસલેન્ડ નેશનની ટીમ માટે રમી રહ્યો હતો અને મૂળ ગુજરાતનો યુવાન હતો. શ્રીલંકામાં મેચ રમવા આવેલા આ ખેલાડીની ઉંમર ખાલી 12 વર્ષની હતી. શ્રીલંકાના સ્થાનીક મીડિયા સંડે ટાઇમ્સમાં જે મુજબ ખબર છાપવામાં આવી છે તે પ્રમાણે આ ઘટના ત્યારે થઇ જ્યારે ટીમના ચાર ખેલાડીઓ સ્વિમિંગ પુલમાં હતા.

sri lanka

શ્રીલંકાની પામુગામા હોટલના સ્વિમિંગ પુલમાં જ્યારે ચાર વિદ્યાર્થીઓ તરી રહ્યા હતા ત્યારે આ દુર્ધટના થઇ હતી. તે પછી યુવકને હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો હતો. પણ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રિપોર્ટ મુજબ તે પછી તેનો શબ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. અને આ સમગ્ર ધટના કેવી રીતે થઇ તે માટે હાલ પોલીસ તપાસ કરી રહી છે. શ્રીલંકાની આ ટૂર્નામેન્ટમાં રમવા માટે કુલ 19 યુવાનો આવ્યા હતા.

English summary
Young cricketer of Gujarat died in swimming pool in Srilanka. Cricketer was drowned in the swimming pool.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.