For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યાંક સંન્યાસ તો નથી લઇ રહ્યા યુવરાજ, જણાવ્યો ભવિષ્યનો પ્લાન

છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા યુવરાજ સિંહ હાલમાં પોતાની ફિટનેસ અને ફોર્મ પર ધ્યાન આપી રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા યુવરાજ સિંહ હાલમાં પોતાની ફિટનેસ અને ફોર્મ પર ધ્યાન આપી રહ્યા છે. યુવરાજ સિંહને હજુ પણ આશા છે કે તેમને ટીમ ઇન્ડિયા તરફથી રમવાનો હજુ પણ ચાન્સ મળશે. યુવરાજ સિંહ એ ગયા વર્ષે 2007 દરમિયાન થોડા સમય માટે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી હતી. પરંતુ લાંબા સમય સુધી ટકી શકવામાં તેઓ નિષ્ફળ રહ્યા.

હવે એવું લાગી રહ્યું છે કે યુવરાજ સિંહની આશા તૂટી રહી છે. હાલમાં જ મીડિયા સાથે વાતચીત દરમિયાન યુવરાજ સિંહે પોતાના સંન્યાસ વિશે પણ વાત કરી હતી.

યુવરાજ સિંહ નો સંન્યાસ પછીનો પ્લાન

યુવરાજ સિંહ નો સંન્યાસ પછીનો પ્લાન

યુવરાજ સિંહે જણાવ્યું કે સંન્યાસ લીધા પછી તેઓ કોચ બનવાનું વિચારી રહ્યા છે. યુવરાજ સિંહે આગળ જણાવ્યું કે તેઓ વંચિત બાળકોની ઓળખ કરી તેમની ખેલ અને શિક્ષા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરશે. તેમને આગળ જણાવ્યું કે કેન્સર પણ એક ક્ષેત્ર છે જેમાં તેઓ કામ કરવા માંગે છે.

કોચિંગ મારા મનમાં છે પરંતુ..

કોચિંગ મારા મનમાં છે પરંતુ..

આપણે જણાવી દઈએ કે મોટાભાગે ક્રિકેટર સંન્યાસ લીધા પછી કોમેન્ટ્રીનો રસ્તો પસંદ કરે છે. પરંતુ યુવરાજ સિંહ અલગ વિચાર ધરાવે છે. કોમેન્ટ્રી વિશે યુવરાજ સિંહે જણાવ્યું કે કોમેન્ટ્રી કરવું તેમના ગજા બહારની વાત છે.

યુવા ટેલેન્ટ ને સપોર્ટ

યુવા ટેલેન્ટ ને સપોર્ટ

યુવરાજ સિંહે જણાવ્યું કે તેમને યુવા ટેલેન્ટ ને સપોર્ટ કરવાનું વધારે પસંદ છે. યુવા પેઢી સાથે વાતચીત કરવી તેમને ગમે છે. કોચિંગ મારા મનમાં છે. યુવરાજ સિંહે કહ્યું કે તેઓ બાળકોની શિક્ષા અને રમત પર વધારે ધ્યાન આપવા માંગે છે.

ક્રિકેટને અલવિદા કહી દઈશ

ક્રિકેટને અલવિદા કહી દઈશ

યુવરાજ સિંહે જણાવ્યું કે તેઓ હજુ પણ કેટલાક વર્ષ વધારે રમવાનું વિચારી રહ્યા છે. હું ત્યારે જ સંન્યાસ વિશે વિચારીશ જયારે લાગશે કે ક્રિકેટ છોડવા માટે યોગ્ય સમય છે જયારે મને લાગશે કે મેં મારુ બેસ્ટ પરફોર્મન્સ આપી દીધું છે અને હવે હું સારું નહીં રમી શકું ત્યારે હું ક્રિકેટને અલવિદા કહી દઈશ.

હજુ 2 કે 3 આઇપીએલ રમી શકું છું

હજુ 2 કે 3 આઇપીએલ રમી શકું છું

યુવરાજ સિંહે આગળ જણાવ્યું કે તેઓ હજુ પણ 2 કે 3 આઇપીએલ રમી શકે છે. યુવરાજ સિંહે કહ્યું કે સંન્યાસ પછી તેઓ એવા લોકોની મદદ કરવા માંગે છે જેઓ કેન્સર સામે લડી રહ્યા છે. યુવરાજ સિંહે કહ્યું કે હું એવું ઇચ્છુ છું કે લોકો મને એવા વ્યક્તિ તરીકે ઓળખે જેને ક્યારેય પણ હાર નથી માની.

રૈના ઈન અને યુવી આઉટ

રૈના ઈન અને યુવી આઉટ

આપણે જણાવી દઈએ કે યુવરાજ સિંહની જેમ સુરેશ રૈના પણ છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયા માટે પ્રત્યન કરી રહ્યા હતા. સુરેશ રૈનાને આખરે ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી ચુકી છે. રૈનાને આફ્રિકા સાથે ત્રણ ટી20 મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Yuvraj singh said that commentary is not his forte coaching in his mind post retirement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X