For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાત જન્મોના બંધનમાં બંધાયા દિનેશ-દિપીકા

|
Google Oneindia Gujarati News

ચેન્નાઈ: ભારતના સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિક અને સ્ટાર પ્લેયર દિપીકા પલ્લિકલ મંગળવારે સાંજે સાત જન્મોના બંધનમાં બંધાઈ ગયા. આ બંને રમતવીરોએ ચેન્નાઈમાં એક ચર્ચમાં એકબીજાને પતિ-પત્નીના રૂપમાં સ્વીકાર્યા હતા. આ લગ્ન સમારોહમાં તેમના નજીકના સગા અને મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.

આ લગ્ન ખ્રિસ્તી રીતિ-રિવાજ મુજબ સંપન્ન થયા છે કારણ કે દિપીકા ખ્રિશ્ચિયન છે. હવે 20 ઓગસ્ટના રોજ બંને હિંદુ પરંપરા અનુસાર લગ્ન કરશે કારણ કે કાર્તિક હિંદુ છે. ત્યારબાદ મુંબઈમાં એક ભવ્ય રીસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રિકેટ જગતની હસ્તીઓ પણ શામેલ થશે.

બે વાર, બે રીતે લગ્ન

બે વાર, બે રીતે લગ્ન

દિપીકા-દિનેશે બે વાર, બે રીતે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે દિપીકા ખ્રિશ્ચિયન છે અને દિનેશ હિંદુ છે.

સંજીવ પલ્લીકલ

સંજીવ પલ્લીકલ

દિપીકા-દિનેશના લગ્નના સમાચાર દિપીકાના પિતા સંજીવ પલ્લીકલે મિડીયાને આપ્યા હતા.

દિનેશ કાર્તિકના બીજા લગ્ન

દિનેશ કાર્તિકના બીજા લગ્ન

દિપીકાના આ પહેલા લગ્ન છે પણ દિનેશ કાર્તિકના આ બીજા લગ્ન છે. દિનેશ કાર્તિકના પહેલી પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે.

અઢી વર્ષથી રીલેશન

અઢી વર્ષથી રીલેશન

દિપીકા-દિનેશ અઢી વર્ષથી રીલેશનશીપમાં છે. બંનેની મુલાકાત એક કાર્યક્રમ દરમ્યાન થઈ હતી.

મુંબઈમાં ભવ્ય રીસેપ્શન

મુંબઈમાં ભવ્ય રીસેપ્શન

બંને પરંપરાઓ અનુસાર લગ્ન થયા બાદ મુંબઈમાં એક ભવ્ય રીશેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રિકેટ જગતની હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.

શુભેચ્છા પાઠવો

શુભેચ્છા પાઠવો

આ ક્યુટ કપલને તમે પણ શુભેચ્છા પાઠવી શકો છો. આપ આપની વિશ નીચેના કેમેન્ટ બોક્સમાં લખી શકો છો.

English summary
India's wicketkeeper-batsman Dinesh Karthik married squash player Dipika Pallikal on Tuesday (August 18). This was first of the two weddings for the couple.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X