સ્પૉટ ફિક્સિંગ: ચેન્નઇ ટીમના ત્રણ ખેલાડીઓની ફિક્સિંગમાં સંડોવણી
મુંબઇ, 24 મે: મુંબઇ પોલીસ દ્વારા અભિનેતા વિંદૂ દારા સિંહને કરવામાં આવી રહેલી પુછપરછમાં એક નવા ખુલાસા સામે આવી રહ્યાં છે, ટીવી ચેનલોના જણાવ્યા અનુસાર મુંબઇ પોલીસ અભિનેતા વિંદૂ દારા સિંહ સાથે પુછપરછ કરી રહી છે. જેમાં તેમને આઇપીએલની ચેન્નઇ સુપર કિંગ્સ ટીમના ત્રણ ખેલાડીઓના નામ લીધા છે. કહેવામાં આવે છે કે આ બંને ખેલાડી જૂનિયર અને એક સીનિયર ખેલાડી સ્પૉટ ફિક્સિંગમાં સામેલ છે.
આ ઉપરાંત બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનના પુત્ર આશ્વિનને કહ્યું હતું કે ગુરૂદાસ મયપ્પનનો સંપર્ક સટોડિયાઓ સાથે છે. આ ધ્યાન આપવા લાયક છે કે પહેલાં પણ મુંબઇ પોલીસે બીસીસીઆઇના જમાઇ મયપ્પનને સમન્સ રજૂ કર્યું હતું અને તેમની પુછપરછ કરવા માટે તેમના ઘરે ગઇ હતી પરંતુ તે હાજર ન હતા. પોલીસ દ્વારા આજે સવારે 11 વાગ્યાથી સાંજ 5 વાગ્યા સુધી તેમને મુંબઇમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
વિંદૂ દ્વારા સિંહે જણાવ્યું હતું કે તેમને મયપ્પના કહેવા પર પૈસા લગાવ્યા હત. વિંદૂ દારા સિંહે જણાવ્યું હતું કે મયપ્પન સટ્ટેબાજીમાં એક કરોડ રૂપિયા હારી ચૂક્યાં છે. આ દરમિયાન આઇપીએલમાં ફિક્સિંગના કારણે સ્પોન્સર્સ પણ નિરાશ છે. એબીપી ન્યુઝ ચેલના જણાવ્યા અનુસાર મુખ્ય સ્પોન્સર પેપ્સી પણ આના કારણે ચિચિંત છે અને સ્પોન્સરશિપ પર પુનવિચારણા કરી રહી છે. જો કે કંપનીએ ફિક્સિંગ વિવાદ મુદ્દે કંઇ કહેવાની મનાઇ કરી દિધી હતી. પેપ્સીએ આઇપીએલની સ્પોન્સરશિપ 400 કરોડમાં ખરીદી હતી. સ્પૉટ ફિક્સિંગ મુદ્દે આઇપીએલના સ્પોન્સરોને વિચારવા પર મજબૂર કરી દિધા છે જે બીસીસીઆઇ માટે ચિંતાનો વિષય છે.