For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્લાસગોમાં ભારતની ચાંદી, કુશ્તીમાં ચાર રજત પદક મેળવ્યા

|
Google Oneindia Gujarati News

ગ્લાસગો, 31 જુલાઇ: 20માં કોમનવેલ્થ ગેમ્સના સાતમાં દિવસે કુશ્તીમાં ભારતને 4 રજત પદક મળ્યા. મહિલા વર્ગથી લલિતા ફ્રી સ્ટાઇલ 53 કિલોગ્રામ ભારવર્ગના ફાઇનલમાં નાઇજીરિયાની ઓ. એડેકુઓરોયથી પરાજિત થઇ ગઇ. આ પ્રકારે ભારતને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો.

ત્યારબાદ બિજનીશ બજરંગે પુરુષોની ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં 61 કિગ્રા ભારવર્ગમાં સિલ્વર મેડલ જીત્યું. તેમને ફાઇનલ મુકાબલામાં કેનેડાના ડેવિડ ટ્રિંબલે સામે હારનો સામનો કરવો પડ્યો. સાક્ષી ફ્રી સ્ટાઇલ 58 કિલોગ્રામ ભારવર્ગમાં નાઇઝીરિયાની પહેલવાન એમિનોટ એડેનિયી સામે ગોલ્ડ માટેના સંઘર્ષમાં હારી ગઇ. અત્રે પણ ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો.

  • સત્યવ્રત પણ હાર્યા

ભારતના સત્યવ્રત કાડિયાન પણ પહેલા ત્રણ પહેલવાનોની જેમ એક ખિતાબી મુકાબલામાં હારી ગયા. તેમને ગોલ્ડ મેડલ માટે રમવામાં આવેલ મુકાબલામાં કેનેડાના અરૂણ ગિલ સામે ફ્રી સ્ટાઇલ 97 કિલોગ્રામ ભારવર્ગમાં હારનો સામનો કરવો પડ્યો.

મહિલા વર્ગમાં એક અન્ય ભારતીય પહેલવાન નવજોત કૌર ફાનઇલમાં પ્રવેશ કરવાથી ચોક્કસ ચૂકી ગઇ, પરંતુ કાંસ્ય પદક માટે પ્લેઓફ મુકાબલામાં પ્રવેશ કરવામાં સફળ રહી.

shahi malik
  • નવજોત કૌરે સારા જોંસને આપી માત, જીત્યું બ્રોન્ઝ

મહિલા ફ્રી સ્ટાઇલ 69 કિલોગ્રામ ભારવર્ગમાં નવજોત કૌરે સ્કોટલેંડની સારા જોંસને માત આપી બ્રોન્ઝ પોતાનો હક જમાવી લીધો. આ મુકાબલો તેમણે 13-0થી જીત્યો. તે જ શરૂઆતથી જ સારા પર હાવી રહી અને એક પછી એક સતત 13 પોઇંટ હાસલ કરી લીધા.

  • કુશ્તીમાં પહેલા દિવસ 3 ગોલ્ડ સહિત મળ્યા ચાર પદક

નોંધનીય છે કે મંગળવારથી શરૂ થયેલી કુશ્તી પ્રતિસ્પર્ધામાં ભારતીય પહેલવાનોએ ઓલમ્પિક પદક વિજેતા સુશીલ કુમારના નેતૃત્વમાં હવે અત્યાર સુધી ત્રણ સુવર્ણ સહિત ચાર પદક હાસિલ કરી લીધા છે.

English summary
India's four wrestlers lost in the finals and settled for silver medals while the other competitor won bronze at the Commonwealth Games on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X