For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2018 : જીતુ રાયે અપાવ્યો ભારતને ગોલ્ડ, ભારતને મળ્યા કુલ 15 મેડલ

કોમનવેલ્થ ગેમ્સ 10 મીટર પિસ્ટર શ્રેણીમાં જીતુ રાયે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અને ઓમ મિથરવાલને કાંસ્ય પદક મળ્યો છે. આ સાથે જ જીતુ રાયે પોતાનું નામ ગોલ્ડ પદક મેળવનાર લોકોમાં સામેલ કરી લીધું છે.

|
Google Oneindia Gujarati News

કોમનવેલ્થ ગેમ્સ માટે આજનો દિવસ ભારત માટે ખાસ રહ્યો હતો. પહેલા 105 કિગ્રા વર્દમાં પ્રદિપ સિંહને સિલ્વર મેડલ મળ્યો હતો. અને શૂટિંગમાં પણ ભારતના ખાતામાં બે વધુ મેડલ આવ્યા હતા. ત્યારે 10 મીટર પિસ્ટર શ્રેણીમાં જીતુ રાયે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અને ઓમ મિથરવાલને કાંસ્ય પદક મળ્યો છે. આ સાથે જ જીતુ રાયે પોતાનું નામ ગોલ્ડ પદક મેળવનાર લોકોમાં સામેલ કરી લીધું છે. જીતુ રાયે ફાઇનલ રાઉન્ડમાં 92 પોસ્ટ કર્યા હતા જ્યારે તેમના હરીફ બેલે 8.6 પોસ્ટ મેળવ્યા હતા. આ સાથે જ જીતુ રાયના કુલ અંક 235.1 રહ્યા હતા.

jitu roy

જ્યારે કેરી બેલના ખાતામાં કુલ અંક 233.5 આવ્યા હતા. આમ 235.1 અંક મેળવીને જીતુ રાયે રેકોર્ડ બનાવ્યો છે. આ ગોલ્ડ મેડલની સાથે જ ભારત અત્યાર સુધી આ કોમન વેલ્થ રમત હરિફાઇમાં કુલ 15 મેડલ મળ્યા છે. જેમાંથી 8 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ છે. આ પહેલા 105 કિલોગ્રામ વેટલિફ્ટિંગ વર્ગમાં ભારતના પ્રદીપ સિંહે રજત પદક મેળવ્યો હતો. પ્રદીપ સિંહ કુલ 352 કિલોગ્રામ વજન ઉઠાવીને આ મેડલ પોતાના નામે કર્યો હતો. તેમણે કોઇ પણ ઝર્ક વગર 152 થી 200 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.

English summary
CWG 2018 : India wins gold silver in shooting Jitu Rai sets record by winning Gold. Read more on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X