For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2014: સતીશે વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ

|
Google Oneindia Gujarati News

satish sivalingam
ગ્લાસગો, 28 જુલાઇ: રાષ્ટ્રમંડળ રમતમાં 22 વર્ષના સતીશ શિવલિંગમે વેટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધું છે. સતીશે 77 કિલો વર્ગના મુકાબલામાં સુવર્ણ પદક પર કબ્જો કર્યો. સતીશ શિવાલિંગમે જ્યાં આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યું તો ભારતના જ રવિ કુટલૂએ રજત પદક પણ હાસલ કર્યું.

64 કિલોગ્રામ વર્ગમાં મનોજ કુમારે મેડલ તરફ વધું એક પગલું માંડી લીધું છે. વેટ કેટેગરીમાં કેનેડાના અર્થરને હરાવીને ક્વાર્ટરફાઇનલમાં સ્થાન પાક્કુ કરી લીધું છે. મનોજનું ક્વાર્ટરફાઇનલમાં સામનો ઇંગ્લેંડના સેમ્યૂલ મોક્સવેલ સાથે થશે.

ચોથા દિવસે ભારતને ટેબલ ટેનિસમાં નિરાશા પ્રાપ્ત મળી હતી. કાંસ્ય મેડલ માટે થયેલા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 3-1થી હરાવી દીધું. પૂનમ યાદવે વેટલિંફ્ટિંગના 63 કિલોગ્રામમાં કાંસ્ય પદક જીત્યું. આ જીતની સાથે જ ભારતના મેડલોની સંખ્યા 20 થઇ ગઇ છે.

મહિલા ડબલ ટ્રેપ શૂટિંગમાં 22 વર્ષની શ્રેયસી સિંહે શાનદાર પ્રદર્શન કરતા ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારતના હિસ્સામાં આવેલું આ પહેલું પદક હતું. શ્રેયસી સિંહે 92 પોઇંટ્સ હાંસલ કરીને સુવર્ણ પદક જીત્યું.

પુરુષ ડબલ ટ્રેપ શૂટિંગમાં મેરઠના અસબે કાંસ્ય પદક પર નિશાનો સાધ્યો. અસબે કાંસ્ય પદક માટે 30 શોટ્સમાં 26 પોઇંટ્સ હાસલ કર્યા. ગ્લાસગો કોમનવેલ્થ ગેમના ચોથા દિવસે ભારતને શરૂઆતના બે મેડલ ડબલ ટ્રેપ શૂટિંગથી હાંસલ થયા.

English summary
A dominant Satish Sivalingam rewrote the Games Snatch record enroute to his gold medal winning performance while Ravi Katulu finished second behind him in the men's 77kg weightlifting event at the Commonwealth Games on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X