For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયન ગેમ્સ 2018: દીપિકા, જોશનાને બ્રોન્ઝ, પી વી સિંધુનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ

18 માં એશિયન ગેમ્સના આજે સાતમાં દિવસે સ્કવૉશમાં મહિલા સિંગલ્સના બીજી સેમીફાઈનલમાં ભારતની જોશના ચિનપ્પાને મલેશિયાની ખેલાડી સામે 1-3 થી હાર મળતા તેને બ્રોન્ઝ મેડલ મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

18 માં એશિયન ગેમ્સના આજે સાતમાં દિવસે સ્કવૉશમાં મહિલા સિંગલ્સના બીજી સેમીફાઈનલમાં ભારતની જોશના ચિનપ્પાને મલેશિયાની ખેલાડી સામે 1-3 થી હાર મળતા તેને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. ભારતની દીપિકા પલ્લીકલ સેમીફાઈનલમાં મલેશિયાની ડેવિડ નિકોલથી 0-3 થી હારી જતા તેને પણ બ્રોન્ઝ મેડલ મળ્યો છે.

deepika

દીપિકાએ બ્રોન્ઝ મેડલ જીતતા પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા છે. જ્યારે પીવી સિંધુએ ઈન્ડોનેશિયાની તુનજુંગને 21-12, 21-15 થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. વળી, સાયના નહેવાલે પણ યજમાન દેશની ફિતરિયાનીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન મધ્યમ રહ્યુ. ભારતની કબડ્ડીમાં બાદશાહત ખતમ કરીને ઈરાને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. પુરુષ કબડ્ડી ટીમ બાદ મહિલા ટીમને પણ ઈરાનના હાથે હાર ઝેલવી પડી. વળી, રોઈંગ એટલે કે નૌકાયનમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ઉમદા રહ્યુ. ભારતને છઠ્ઠા દિવસે પહેલો ગોલ્ડ પણ રોઈંગમાં જ મળ્યો. દત્તુ ભોકાનાલ, સ્વર્ણ સિંહ, ઓમપ્રકાશ અને સુખમીત સિંહની ટીમે આ ગોલ્ડ મેડલ જીત્યા. છઠ્ઠા દિવસે ભારત 6 સુવર્ણ, 5 રજત અને 14 કાંસ્ય પદક સાથે આઠમાં સ્થાન પર છે. જ્યારે 100 ચંદ્રકો સાથે પ્રથમ સ્થાને છે.

આ પણ વાંચોઃ એશિયન ગેમ્સ 2018: મહિલા કબડ્ડીમાં ભારતને હરાવનાર ભારતીય મહિલાઆ પણ વાંચોઃ એશિયન ગેમ્સ 2018: મહિલા કબડ્ડીમાં ભારતને હરાવનાર ભારતીય મહિલા

English summary
deepika, joshna got bronze, p v sindhu enters quarter final
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X