For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટી-20માં 20 મેચ જીતનાર પ્રથમ કપ્તાન બન્યો ધોની

|
Google Oneindia Gujarati News

mahendra singh dhoni
અમદાવાદ, 29 ડિસેમ્બર: કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને ભલે ટીમ ઇન્ડિયાને કપ્તાન બનાવી રાખવા સામે અટકળો ઉભી થઇ હોય પરંતુ પાકિસ્તાનની સામે બીજી ટ્વેન્ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલામાં 11 રનોથી જીત મેળવી ફાસ્ટ ફોર્મેટની આ રમતમાં સૌથી વધારે જીત મેળવનાર દુનિયાના પહેલા કપ્તાન બની ગયા છે.

ધોનીએ આ વર્ષે સતત હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે તેમના ટીકાકારોમાં વધારો થયો હતો. પરંતુ ધોનીની આ જીતે બધાને તૃપ્ત કરી દીધા. 2007થી ટીમ ઇન્ડિયાની કમાન સંભાળનાર ધોનીએ અત્યાર સુધી 41 આંતરરાષ્ટ્રીય ટી-20 મેચોમાં કપ્તાની કરી છે, અને જેમાં ટીમને 20 મેચોમાં જીત મળી છે. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાને 19 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ ટાઇ રહી અને એક મેચનું કોઇ પરિણામ ન્હોતું આવ્યું.

આની સાથે સાથે ભારતે ટી-20 મુકાબલામાં પાકિસ્તાન પર હાવી થઇ ગયું છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 5 ટી-20 મેચ રમાઇ ચૂકી છે, જેમાંથી ત્રણ મેચમાં ભારતે વિજય મેળવ્યો છે. જ્યારે એક મેચમાં પાકિસ્તાને જીત હાસલ કરી હતી અને એક મેચ ટાઇ રહી હતી.

ફટાફટ ક્રિકેટના સૌથી સફળ કપ્તાન ધોનીને હાલફિલહાલ આ રેકોર્ડથી કોઇ પાછળ કરી શકે તેમ નથી. ટી-20માં સફળ કપ્તાનોની સૂચિમાં ધોની બાદ દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથનું નામ આવે છે જેમણે આ ફોર્મેટમાંથી સંન્યાસ પણ લઇ લીધો છે. તેમની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકન ટીમે 27 મેચોમાંથી 18 મેચોમાં જીત મેળવી છે. જ્યારે 9 મેચોમાં હારનો સામનો કર્યો છે. આ રીતે સ્મિથની ટી-20માં જીતની એવરેઝ 66.66 ટકા છે જે સૌથી આગળ છે. જ્યારે ધોનીની સફળતાની એવરેઝ 51.25 ટકા છે. સ્મિથ બાદ ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન પોલ કોલિંગવુડનું નામ આવે છે જેણે 2007-2011 સુધીની કપ્તાનીમાં ઇંગ્લેન્ડને 30 મેચોમાં 17 (60.71)માં જીત અપાવી છે. ધોની બાદ સૌથી વધારે મેચ જીતનાર બંને કપ્તાન સ્મિથ અને કોલિંગવુડ બંને સંન્યાસ લઇ ચૂક્યા છે.

વર્તમાનમાં આયર્લેન્ડના વિલિયમ પોર્ટરફીલ્ડ એવા કપ્તાન છે જે ધોનીના રેકોર્ડને પડકારી શકે છે. પોર્ટરફીલ્ડે 30 મેચોમાં 15માં જીત મેળવી લીધી છે, અને હજી પણ આયરીશ ટીમની કપ્તાની કરી રહ્યા છે. જો ધોનીના નામે 20 મેચ જીતવાનો રેકોર્ડ છે તો સૌથી વધારે 19 મેચ હારવાનો પણ રેકોર્ડ છે. ધોનીએ પોતાની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાને પ્રથમ ટી-20 વર્લ્ડકપ અપાવ્યો હતો.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X