• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘કોહલીને સોંપો સુકાન, ધોની નથી સારો ટેસ્ટ સુકાની’

|

બેંગ્લોર, 15 જુલાઇઃ પૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની ઇયાન ચેપલ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સુકાની તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને યોગ્ય ગણાવી રહ્યાં નથી. તેનું નેતૃત્વ હવે ભૂતકાળ સમાન છે અને આ યોગ્ય સમય છેકે ટીમનું નેતૃત્વ હવે વિરાટ કોહલીના હાથમાં આપવામાં આવવું જોઇએ.

ચેપલે કહ્યું કે, મારું માનવું છેકે સમય આવી ગયો છેકે ધોની નેતૃત્વ છોડે અને કોહલીને ભારતીય ટેસ્ટ ટીમના સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવે. નિશ્ચિત રીતે ધોની એ ટેસ્ટ સુકાની નથી. મારા મતે ક્રિકેટના નાના વર્ઝનમાં તે સારો સુકાની છે. મને નથી લાગતું કે વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવે તો કોઇ સમસ્યા ઉભી થશે. ભારતને નેતૃત્વ માટે એક તાજા બ્રેઇનની જરૂર છે, પરંતુ ભારતીય ટીમના પસંદગીકારો આવો અઘરો નિર્ણય લેવા માગતા નથી.

તેમણે વધુમાં કહ્યું કે જે પ્રકારે નિર્ણય લેવામાં ઓસ્ટ્રેલિયન પંસદગીકારો કઠોરતા દર્શાવે છે, તે પ્રકારની કઠોરતા ભારતીય પસંદગીકારો દર્શાવી શકતા નથી. તેઓ જ્યાં સુધી એ ખેલાડી નિવૃત ન થાય ત્યાં સુધી રાહ જુએ છે. મારો કહેવાનો અર્થ એ છેકે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે 4-0થી શ્રેણી તેણે ગુમાવ્યા બાદ જો તે એક ઓસ્ટ્રેલિયન સુકાની હોત તો અત્યારે તેને પદેથી હટાવી દેવામાં આવ્યો હોત, તે એવું કંઇ જ કરી રહ્યો નથી કે જેનાથી ટીમ પ્રેરિત થાય. વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

કોહલીને સુકાની બનાવવાનો યોગ્ય સમય

કોહલીને સુકાની બનાવવાનો યોગ્ય સમય

બની શકે કે આપણે સતત હારીએ, પરંતુ આપણે લડતાં રહેવું જોઇએ. પરંતુ મને એ બાબત ધોનીમાં જોવા મળતી નથી. મારા મતે સુકાનીએ પોતાની ઉપયોગિતા ગુમાવી દીધી છે અને સમય આવી ગયો છેકે તેને હટાવવામાં આવે. મને નથી લાગતુ કે નેતૃત્વ કરવાથી કોહલીની રમત પર કોઇ અસર પડશે, કારણ કે તે એક મજબૂત વ્યક્તિ છે અને એક વિશ્વાસથી ભરેલો ક્રિકેટર છે.

32થી 33 વયે નેતૃત્વ સોંપવુ અયોગ્ય

32થી 33 વયે નેતૃત્વ સોંપવુ અયોગ્ય

કોહલીને 32 કે 33ની વયે સુકાની સોંપવી એ અયોગ્ય બાબત છે કે જ્યારે તેણે ટોચ પર જવાની શરૂઆત કરી દીધી હોય છે. તમારે તેને સારી તક આપવી જોઇએ. આ સાથે જ ચેપલે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સ્ટૂઅર્ટ બિન્નીનો સમાવેશ કરવા સામે પણ પ્રશ્નાર્થ કર્યો હતો.

શા માટે બિન્નીને અશ્વિનના બદલે ટીમમાં લેવાયો?

શા માટે બિન્નીને અશ્વિનના બદલે ટીમમાં લેવાયો?

ટીમની જે પસંદગી કરવામા આવી હતી તે પણ ખોટી હતી. જો તમે યોગ્ય રીતે પસંદગી નહીં કરો તો તમારું વિજયી થવું અનિશ્ચિત છે. તમે કેવી રીતે અશ્વિનને પડતો મુકી શકો છો અને શા માટે તમે બિન્નીને ટીમમાં સ્થાન આપો છો. બિન્ની બોલર નથી અને તે આઠમાં ક્રમે બેટિંગ કરે છે. અશ્વિન પણ બેટિંગ કરી શકે છે અને તે એક સારો બોલર છે. રવિન્દ્ર જાડેજા કરતા તે સારો બોલર છ. તેથી આ મુદ્દાનું નિરાકરણ લાવવું જોઇએ. હું લોર્ડ્સના મેદાનમાં રોહિત શર્મા અને અશ્વિનને રમતો જોવા માંગુ છું. લોર્ડ્સ એ સ્પીનર્સ માટે સારું મેદાન નથી, તેથી હું જાડેજા અને બિન્નીને પડતા મુકીશ અને રોહિત શર્મા તથા અશ્વિનને ટીમમાં સ્થાન આપીશ. જેનાથી ટીમ સંતુલિત થશે.

ધોની નહીં આ લોકો પણ છે એવરેજ સુકાની

ધોની નહીં આ લોકો પણ છે એવરેજ સુકાની

ચેપલે માત્ર ધોની પર જ પ્રહાર નથી કર્યાં પરંતુ તેમણે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના સુકાનીઓ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છેકે, ધોનીની જેમ કૂક અને સ્મિથ પણ એવરેજ સુકાની છે. મારા મતે તેઓ ઓસ્ટ્રેલિયન સુકાની માઇકલ ક્લાર્કથી ઘણા પાછળ છે. એક સુકાની તરીકે તમે ખેલાડીનું સન્માન કરતા હોવા જોઇએ અને એક સુકાની તરીકે તેઓને તેમની ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઇએ. જો આગામી શ્રેણીમાં પણ સુકાની તરીકે કૂક હશે તો ઓસ્ટ્રેલિયાને આનંદ થશે.

હાલના સમયે ક્લાર્ક વિશ્વનો શ્રેષ્ઠ સુકાની

હાલના સમયે ક્લાર્ક વિશ્વનો શ્રેષ્ઠ સુકાની

ચેપલે કહ્યું કે, ક્લાર્ક એક સારો સુકાની છે અને મને નથી લાગતું કે અન્ય કોઇ તેની આસપાસ પણ હશે. મે એન્જેલો મેથ્યુસ અંગે પણ વધારે જાણ્યું નથી. ખરેખર હું તેના અંગે વધારે જાણતો નથી. જોકે ચેપલને લાગે છેકે ક્લાર્ક લાંબો સમય સુધી સુકાની નહીં રહે કારણ કે તેને બેક પ્રોબ્લેમ છે. તે જાણે છેકે બેક પ્રોબ્લેમને કેવી રીતે મેનેજ કરવી પરંતુ તે લાંબો સમય સુધી ખેંચી શકશે નહીં. ક્લાર્કને સુકાની તરીકે જોવામાં મજા આવે છે કારણ કે વસ્તુઓને હકિકતમાં પરિવર્તિત કરે છે.

સ્ટિવ સ્મિથ સારો ક્રિકેટર

સ્ટિવ સ્મિથ સારો ક્રિકેટર

મારા મતે સ્ટિવ સ્મિથ એક સારો ક્રિકેટર છે. તે ક્રિકેટના નાના વર્ઝનમાં સુકાની છે. તેનામા તમામ ગુણો છે. તેણે હજુ શરૂઆત કરી છે અને તેને હવે એક ખેલાડી તરીકે પોતાને સ્થાપિત કરવાનો છે. વોર્નર પણ એક ખરાબ સુકાની નથી અને મેદાન પર તે અર્થહિન ઉચ્ચારણો કરવા કરતા મૌન પાળે તે જરૂરી છે. કારણ કે એક સુકાની તરીકે આ બાબતો શોભતી નથી, તે તમારી છબીને ખરાબ કરે છે. કોઇકે તેને કહેવું જોઇએ કે ડેવિડ તુ બેટ થકી મેચ જીતી શકે છે, તેથી જીભનો ઉપયોગ કરવાનું રહેવા દે.

English summary
Former Australia captain Ian Chappell does not find Mahendra Singh Dhoni good enough to be India's Test captain, saying he was past his prime as far as leading the side and it was right time to hand the reins of the team to Virat Kohli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more