For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેચ ફિક્સિંગમાં ઉછળ્યું નામઃ ધોનીએ ઠોક્યો 100 કરોડનો દાવો

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 18 માર્ચઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની છબી ખરાબ કરી હોવાનો દાવો કરતા 100 રૂપિયાના વળતરની માંગ સાથે મદ્રાસ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

mahendra-singh-dhoni--ipl
મદ્રાસ હાઇકોર્ટે મંગળવારે આ સંબંધમાં પહેલી સુનાવણી કરી, જેમાં ધોનીની જીત થઇ છે. કોર્ટે ઝી ગ્રુપ પર આ મામલાનો નિર્ણય આવે ત્યાં સુધી મેચ ફિક્સિંગ સાથે જોડાયેલી કોઇપણ ખબર અથવા ઇન્ટરવ્યુનું પ્રસારણ કરવા પર રોક લગાવી દીધી છે, જેમાં ધોનીનું નામ સામેલ છે. ધોનીએ પોતાની યાચિકામાં કહ્યું છે કે અપુષ્ટ સૂત્રોના હવાલાથી ખબર પ્રસારિત કરી ઝી સમૂહએ પોતાની પ્રતિષ્ઠાને ખરડાવી છે. પ્રતિષ્ઠા મહેનત બાદ હાસલ કરી શકાય છે અને તેમની પ્રતિષ્ઠાને ખરાબ કરીને ઝીએ એક રીતે ગેરકાયદે કામ કર્યું છે. મદ્રાસ હાઇકોર્ટના એક જજની ખંડપીઠે ધોની તરફથી કરવામાં આવેલી વળતરની માંગને સ્વીકારીને ઘોની સાથે જોડાયેલી સમાચારોના પ્રસારણ પર રોક લગાવવાનો નિર્ણય સંભળાવ્યો છે.

નોંધનીય છે કે આઇપીએલ-6 સાથે જોડાયેલી મેચ ફિક્સિંગ અને સટ્ટેબાજી મામલામાં ઝી નેટવર્કે ધોનીનું નામ પણ ઉછાળ્યું હતું. આ મામલામાં ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રમુખ ગુરુનાથ મયપ્પન, રાજસ્થાન રોયલ્સ ટીમના સહમાલિક રાજ કુંદ્રા સહિત અનેક ફિલ્મ હસ્તિઓ અને ખેલાડીઓના નામ સામે આવ્યા હતા.

English summary
The Madras High Court today restrained Zee News and News Nation channels from telecasting any news linking India cricket captain M S Dhoni with the Indian Premier League (IPL) betting/fixing scam. The interim order, effective for two weeks, was passed by Justice S Tamilvanan on a defamation suit filed by Dhoni claiming Rs 100 crore damages from the Zee Media Corporation for allegedly telecasting "malicious" news that he was involved in betting, spot and match fixing of IPL matches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X