For Quick Alerts
For Daily Alerts
ઝહીરને સચિન જેટલું સન્માન આપોઃ ધોની
કોલંબો, 07 ઑક્ટોબરઃ મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે ઝડપી બોલર ઝહીર ખાનનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે, ઝહીર ખાન ભારતીય બોલિંગના સચિન તેંડુલકર છે. તેને સચિન જેટલું મહત્વ મળવું જોઇએ.
ધોનીએ કહ્યું છે, "મારી માટે ઝહીર ખાન ભારતીય બોલિંગ લાઇનના સચિન તેંડુલકર છે. છેલ્લા ઘણા વર્ષથી તે ભારતીય બોલિંગ યુનિટના લીડર છે."
"છેલ્લી કેટલીક મેચોમાં તે એટલા અસરકારક રહી શક્યાં નથી, પરંતુ આવી પરિસ્થિતિમાં અન્યોએ આગળ આવવાની જરૂર છે. મારા મતે તેમને પોતાના ફોર્મમાં પરત ફરવામાં થોડો સમય લાગશે." ધોનીએ ઉમેર્યું છે.
જો કે, આ પ્રશ્નનો જવાબ આપવામાં ધોની થોડો અસમંજસમાં જણાતો હતો કે ખરાબ પ્રદર્શન પછી પણ તે ઝહીરને ટીમમાં સ્થાન અપાવવા તૈયાર રહેશે.
ધોનીએ કહ્યું, " આ પ્રશ્નનો જવાબ આપવો અઘરો છે. ખરા અર્થમાં તો કેવા પ્રકારનું ફોર્મેટ છે. તેના પર એ વાત નિર્ભર કરે છે. મારા માટે, તે અનુભવી ક્રિકેટર છે પરંતુ તમે જ્યારે ક્રિકેટનું ફોર્મેટ જૂઓ છો. ત્યારે તમે ઘણી બધી મેચ આપી શકો નહીં."