For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકેટનું શું મહત્વ છે તે ધોનીએ સમજાવ્યું: જાડેજા

|
Google Oneindia Gujarati News

કોચી, 17 જાન્યુઆરીઃ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની બીજી વનડેમાં મહત્વપૂર્ણ પ્રદર્શન કરનારા મધ્યમક્રમના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું કે, ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને વિકેટના મહત્વ અંગેની સમજણ આપી હતી. જાડેજાએ કોચી વનડેમાં 37 બોલમાં 61 રન બનાવ્યા હતા અને સાત આવોમાં 12 રન આપી બે વિકેટ મેળવી હતી.

ravindra jadeja
જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 127 રને વિજય મેળવ્યો હતો. જાડેજાએ ધોની સાથે છઠ્ઠી વિકેટ માટે 96 રનની ભાગીદારી નોંધાવી હતી, જેના કારણે અંતિમ દશ ઓવરમાં ટીમ 110 રન બનાવવામાં સફળ રહી હતી.

મેચ બાદ જાડેજાએ કહ્યું કે ધોનીએ મને કહ્યું કે, તારે તારા વિકેટનું મહત્વ સમજવું જોઇએ અને ક્રીઝ પર વધારે સમય રોકાવાનો પ્રયત્ન કરવો જોઇએ, મે તેવું જ કર્યું. સૌરાષ્ટ્રના આ બેટ્સમેને કહ્યું કે, અહીં બેટિંગ કરવી સહેલી હતી, બોલ સહેલાયથી બેટ પર આવતા હતા. શરૂઆતમાં અમારા ઓપનર જલદી આઉટ થઇ ગયા હતા જેના કારણે મધ્યમક્રમ પર દબાણ વધી ગયું હતું. પરંતુ અમારા પછીના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું.

જાડેજાના જણાવ્યા પ્રમાણે તે પોતાના પ્રદર્શનથી ખુશ છે અને આગળ પણ તે આ પ્રકારનું પ્રદર્શન કરવા ઇચ્છે છે.

English summary
Team India's Ravindra Jadeja feels his partnership with Dhoni was very crucial it helped the team record a massive 127-run win against England in the second ODI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X