
રિયો ઓલિમ્પિક: જિમ્નાસ્ટિક ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી ભારતીય દીપા કરમાકર
જ્યાં ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓની અત્યાર સુધી રિયો ઓલિમ્પિકમાં એક ખરાબ શરૂઆત થઇ છે. ત્યાં જ 22 વર્ષની દીપા કરમાકર એ જિમ્નાસ્ટિક ફાઈનલમાં પહોંચીને ઇતિહાસ રચી નાખ્યો છે.
52 વર્ષો પછી ઓલિમ્પિક ગેમોમાં જિમ્નાસ્ટિક સ્પર્ધામાં પહેલી ભારતીય મહિલા ખેલાડી તરીકે પ્રવેશ કરવાવાળી દીપા 14 ઓગસ્ટએ ભારત માટે મેડલ જીતવાવાળી પહેલી ભારતીય પણ બની શકે છે.
તો જાણો દીપા સાથે જોડાયેલી ખાસ વાતો...
1. દીપા કરમાકરનો જન્મ 9 ઓગષ્ટ 1993ના રોજ અગરતલામાં થયો હતો.
2. દીપાએ માત્ર 6 વર્ષની ઉમરથી જ જિમ્નાસ્ટિકનો અભ્યાંસ શરૂ કર્યો હતો.
3. દીપાએ 2007માં જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન શિપ જીતી હતી.
4. દીપાએ 2014માં રાષ્ટ્રીય મંડલમાં કાંસ્ય પદક જીત્યો હતો.
5. દીપાએ એશિયાઈ ચેમ્પિયન શિપ 2015માં કાંસ્ય પદક જીત્યો હતો.
6. દીપાને વર્ષ 2015માં અર્જુન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
7. દીપાએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કુલ 77 મેડલ જીત્યા છે. જેમાં 67 ગોલ્ડ મેડલ છે.