For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે જાણો છો?: બેટ્સમેનને કઇ 10 રીતે આઉટ કરી શકાય?

|
Google Oneindia Gujarati News

ક્રિકેટ દુનિયાની સૌથી લોકપ્રિય રમતો પૈકી એક છે. ભારતમાં ક્રિકેટ સર્વાધિક લોકપ્રિય રમત છે. ક્રિકેટનો નશો ગલીઓમાં, મહોલ્લામાં અને મેદાનમાં બોલ-બેટ લઈને સચીન અને ધોની બનવાનાં સપનાં જોઈ રહેલા બાળકોથી લઇને યુવાનોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. ક્રિકેટ વિશે ઘણા લોકો ઉંડું જ્ઞાન ધરાવે છે તો કેટલાકને સામાન્ય જ્ઞાન હોય છે. ક્રિકેટમાં જ્યારે કોઈ ખેલાડી આઉટ થયો હોય ત્યારે સામાન્ય રીતે ચાર-પાંચ રીત નજર સમક્ષ તરી આવે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બેટ્સમેન 10 રીતે આઉટ થઈ શકે છે. આ બધામાં સૌથી જરૂરી એ છે કે સ્ટમ્પ પરની બેલ્સ નીચે પડવી જોઈએ. આવો જોઇએ બેટ્સમેન આઉટ થઇ શકે એ 10 પ્રકારો...

કેચ

1 - કેચ : આ પણ કોઈ બેટ્સમેનની સૌથી વધુ આઉટ થવાની રીત છે. જ્યારે બોલ બેટ્સમેનના બેટ કે ગ્લોવ્ઝને અડ્યા પછી મેદાન પર પડતાં પહેલાં તેને પકડી લેવાય તો તે બેટ્સમેનને કેચઆઉટ માનવામાં આવે છે અને આ વિકેટ બોલરને મળે છે.

એલબીડબ્લ્યુ

2 - એલબીડબ્લ્યુ : આ આઉટ થવાની એક એવી રીત છે, જેમાં ઘણી વાર બેટ્સમેન અને બોલર બંને કમનસીબ સાબિત થાય છે. જ્યારે બોલ બેટ્સમેનના કાંડાને બાદ કરતાં બાકી શરીરના કોઈ પણ ભાગને અડે અને અમ્પાયરને એવું લાગે કે બોલ સ્ટમ્પમાં જઈ રહ્યો હતો ત્યારે અમ્પાયર કરાયેલી અપીલ પર બેટ્સમેનને એલબીડબ્લ્યુ (લેગ બીફોર વિકેટ) આઉટ જાહેર કરે છે, પરંતુ જરૃરી એ છે કે બોલ બેટને અડ્યો ના હોવો જોઈએ. આ વિકેટ પણ બોલરના ખાતામાં નોંધાય છે.

બોલ્ડ

3 - બોલ્ડ : કોઈ પણ બોલર આ રીતે બેટ્સમેનને આઉટ થતો જોવા આતુર હોય છે, જ્યારે બોલર દ્વારા ફેંકાયેલો બોલ સીધો સ્ટમ્પમાં ઘૂસી જાય. આ વિકેટ બોલરને મળે છે.

રનઆઉટ

4 - રનઆઉટ : રન લેતી વખતે જ્યારે ફિલ્ડર કોઈ પણ એક છેડા પરની બેલ્સને નીચે પાડી દે અને એ છેડા પરનો બેટ્સમેન ક્રીઝમાં ના પહોંચ્યો હોય તો બેટ્સમેનને રનઆઉટ માનવામાં આવે છે. આઉટ એ બેટ્સમેનને આપવામાં આવે છે, જે એ છેડા તરફ દોડી રહ્યો હોય. રનઆઉટની વિકેટ કોઈ પણ ના ખાતામાં નોંધાતી નથી.

સ્ટમ્પ

5 - સ્ટમ્પ : જ્યારે બેટ્સમેન શોટ રમવા દરમિયાન ક્રીઝની બહાર હોય અને તેનું બેટ પણ ક્રીઝમાં ના હોય અને આ દરમિયાન વિકેટકીપર બોલથી બેલ્સ નીચે પાડી દે તો તેને સ્ટમ્પ આઉટ કહેવાય છે. સ્ટમ્પ આઉટની વિકેટ બોલરના ખાતામાં નોંધાય છે.

ટાઇમ આઉટ

6 - ટાઇમ આઉટ : આ આઉટ જાહેર કરવા માટેની બહુ જ દિલચસ્પ રીત છે. જો એક બેટ્સમેન આઉટ થયો હોય અને ત્રણ મિનિટની અંદર બીજો બેટ્સમેન ક્રીઝમાં ના આવે તો નવા આવનારા બેટ્સમેનને ટાઇમ્ડ આઉટ માનવામાં આવે છે. આવી ઘટના ઘરેલુ ક્રિકેટમાં બની છે પણ ખરી. ૧૯૯૭-૯૮માં ત્રિપુરા અને ઓરિસા વચ્ચેની મેચમાં એક ખેલાડીને આ રીતે આઉટ અપાયો હતો. મેનેજર પાસેથી ટિપ્સ લેવાના ચક્કરમાં આ ખેલાડી નિર્ધારિત સમયમાં ક્રીઝ પર નહોતો પહોંચી શક્યો.

હિટ વિકેટ

7 - હિટ વિકેટ : જ્યારે શોટ રમતી વખતે બેટ્સમેનના બેટ, શરીર કે પછી હેલ્મેટથી બેલ્સ પડી જાય તો આવી સ્થિતિમાં તેને હિટ વિકેટ આઉટ જાહેર કરાય છે. આ વિકેટ બોલરના ખાતામાં નોંધાય છે. ભૂતપૂર્વ ક્રિકેટર મોહીન્દર અમરનાથ ઘણી વાર આ રીતે આઉટ થઈ ચૂક્યો છે.

રિટાયર્ડ

8 - રિટાયર્ડ : જો કોઈ બેટ્મેન ઈજાગ્રસ્ત ના હોય અને અમ્પાયરને જાણ કર્યા વિના મેદાન છોડી દે તો તેને હરીફ ટીમના કેપ્ટનની મંજૂરી બાદ જ બેટિંગ કરવા દેવાય છે, અન્યથા તેને આઉટ જાહેર કરાય છે. સપ્ટેમ્બર ૨૦૦૧માં બાંગ્લાદેશ વિરુદ્ધ આવી રીતે સૌથી પહેલી વાર શ્રીલંકાના માહેલા જયવર્ધને અને અટાપટ્ટુને આઉટ જાહેર કરાયા હતા.

ઓબ્સ્ટ્રક્ડ ધ ફિલ્ડ

9 - ઓબ્સ્ટ્રક્ડ ધ ફિલ્ડ : જ્યારે બેટ્સમેન જાણીજોઈને કોઈ ફિલ્ડરને રોકે તો તેને આઉટ જાહેર કરી શકાય છે. આ નિયમ અંતર્ગત પાકિસ્તાની બેટ્સમેન ઇન્ઝમામ ઉલ હકને ભારત વિરુદ્ધ ૨૦૦૬માં આઉટ જાહેર કરાયો હતો. તાજેતરમાં પૂરી થયેલી આઈપીએલની એક મેચ દરમિયાન કેકેઆરના યુસુફ પઠાણને પણ આ જ રીતે આઉટ જાહેર કરાયો હતો.

હેન્ડલ ધ બોલ

10 - હેન્ડલ ધ બોલ : જો કોઈ બેટ્સમેન શોટ બાદ ફિલ્ડરની મંજૂરી વિના બોલને સ્પર્શે તો તે હેન્ડલ ધ બોલ આઉટ થઈ શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં સાત અને વન ડેમાં બે બેટ્સમેન આ રીતે આઉટ થઈ ચૂક્યા છે. આમાં ભારત વિરુદ્ધ આ રીતે આઉટ થનાર ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વો પણ સામેલ છે.

English summary
Do you know ? : 10 types to out batsman?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X