For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંશીય વિવાદ: એંડરસનની સાથે ઇસીબી, જાડેજાની સામે પણ આરોપ દાખલ

|
Google Oneindia Gujarati News

jadeja
લંડન, 17 જુલાઇ: ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે નૉટિંગમ ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એંડરસનની વચ્ચે થયેલા વાદ-વિવાદ અને ઝડપનો મામલો વધુ ગરમાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ફરિયાદ પર જાડેજાની વિરુધ્ધ આઇસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ-2નો આરોપ દાખલ કર્યો છે. જોકે એંડરસને તેની પર લેવલ ત્રણના આરોપ લગાવ્યા હતા. ઇંગ્લેન્ડ ટીમના મેનેજર ફિલ નીલે આની ખરાઇ કરી છે.

આરોપ સાબિત થતા જાડેજાને એક ટેસ્ટ અથવા બે વન ડે મેચો માટે બેન અને મેચ ફીસના 50 કે 100 ટકા સુધી દંડ થઇ શકે છે. એંડરસનની વિરુધ્ધ આઇસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ 3 હેઠળ આરોપ પહેલા જ નક્કી કરી શકાય છે. તેમની પર જાડેજાને ધક્કો આપવા અને વંશીય ટીપ્પણ કરવાનો આરોપ છે.

એંડરસન અને જાડેજાની વચ્ચે ઘટેલી આ ઘટનાની તપાસ કરનારા એડઝુડિકેટરની જાહેરાત આઇસીસી ગુરુવારે કરશે. આઇસીસી નિયમો અનુસાર વર્તમાન આચાર સંહિતાના પેનલ સભ્યોમાંથી કોઇ એક એડઝ્યુડિકેટર હશે. ઓસ્ટ્રેલિયાના ગાર્ડન લુઇસ, બાંગ્લાદેશના અજમાલુલ હુસૈન, ન્યૂઝીલેન્ડના નિકોલસ ડેવિસન, પાકિસ્તાનના મોહંમ્મદ અસલમ સંજરાની, સાઉથ આફ્રીકાના એલ્બી સાચ, શ્રીલંકાના રૂવાનપુરા ડિ સિલ્વા, વેસ્ટઇંડીઝના એડ્રિયન સૌંડર્સ, ઝિમ્બાબ્વેના મોસેસ મોતાબેની, બરમુંડાના માર્ક વેટરહિલ, નેધર્લેન્ડના સ્ટીવન વેન હુગસટ્રેટેન, કેનેડાના સતિંદરના લાલ, આયર્લેન્ડના ફ્રેંક સૌમેન, કેન્યાના શરદ રાવ અને સ્કૉટલેન્ડના બેરંટ લોકીમાંથી કોઇ એડઝ્યુડિકેટર રહેશે.

English summary
Ravindra Jadeja charged with Level 2 offence in incident with James Anderson.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X