For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વનડે શ્રેણીમાં સટ્ટાબાજીનો ઓછાયો? બીજી વનડેમાં થયુ હતું કંઇક આવું

|
Google Oneindia Gujarati News

કાર્ડિફ, 29 ઑગસ્ટઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સટ્ટાબાજોની સંડોવણીનો ભય ફરી એકવાર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી વનડે દરમિયાન પ્રકાશમાં આવ્યો છે. અહેવાલઓ અનુસાર પોલીસ અધિકારીઓએ એક દર્શકને કથિત રીતે ઉપ મહાદ્વિપીય સટ્ટાબાજોને સૂચના આપી હોવાનું બહાર આવ્યું છે. જોકે ઇસીબી દ્વારા આ વાતને રદિયો આપવામાં આવ્યો છે.

ઇસીબીનું કહેવું છેકે કાર્ડિફ વનડે દરમિયાન આવી કોઇ ઘટના ઘટી જ નહોતી, આ માત્ર ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે.

cricket-board-denies-court-siding
અહેવાલ અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ(ઇસીબી)ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ(એસીએસયૂ)ના પ્રમુખ ક્રિસ વોટ્સે પૃષ્ટિ કરી છેકે પોલીસે એક દર્શકને ટિકીટની શરતોનું ઉલ્લંઘન કરવા માટે સ્ટેડિયમની બહાર મોકલી દીધો હતો. લાઇવ ફીડમાં અમુક સેકન્ડનું મોડું થઇ ગયું હતું. (સામાન્ય બોલ ફેંકવામાં આવ્યા બાદ), સટ્ટાબાજી બજારમાં મેદાન પર આંતરિક સૂચનાઓ અનુસાર હેરાફેરી કરી શકાય છે.

રિપોર્ટ અનુસાર, માનવામાં આવી રહ્યું હતું કે કાર્ડિપમાં આ વ્યક્તિ ભારતીય ઇનિંગ દરમિયાન બે લેપટોપ અને એક મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો, ત્યારબાદ તેને મેદાનની બહાર મોકલી આપવામાં આવ્યો હતો. ઇસીબી ભ્રષ્ટાચાર વિરોધી એકમના વધુ એક અધિકારી શ્રેણીની અંતિમ ત્રણ વનડેમાં હાજર રહે તેવી સંભાવના છે.

English summary
The English & Wales Cricket Board (ECB) has denied that the eviction of a man from the SWALEC stadium in Cardiff during the second ODI on Wednesday was related to court-siding or betting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X