• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવી ‘ટીમ ઇન્ડિયા’માં સ્થાન, જાણો શું કહ્યું કર્ણ-સેમસને

|

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ 2015ના વિશ્વકપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી અને એક આંતરરાષ્ટ્રીય ટી20 મેચ માટેની એક નવી જ ટીમ ઇન્ડિયા(કારણ કે આ ટીમમાં મોટાભાગના યુવા અને નવા ચહેરા છે)ની પસંદગી કરવામાં આવી છે, જેમાં યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, હરભજન સિંહ, ઇશાંત શર્મા જેવા જાણીતા અને અનુભવી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું નથી.

બીસીસીઆઇ ઇચ્છે છેકે જ્યારે વિશ્વકપ નજીક આવે ત્યારે એક શ્રેષ્ઠ ટીમને મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાનારા 2015ના વિશ્વકપમાં મોકલવામાં આવે જેથી તે સારું પ્રદર્શન કરી શકે અને 2011ની જેમ 2015નો વિશ્વકપ પણ પોતાના નામે કરી શકે. આ માટે બીસીસીઆઇએ બે નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે, જેમાં એક સંજુ સેમસન છે અને બીજા કર્ણ શર્મા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ટીમ ઇન્ડિયાના આ બન્ને નવા ચહેરા ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો ભાગ બન્યા બાદ કેવું અનુભવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ- 2003નો વિશ્વ કપ, સચિનના 673 રનઃ દ્રવિડે જણાવ્યું રહસ્ય

આ પણ વાંચોઃ- માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સાથે ભીડશે ભારતઃ જાણો શું કહે છે ઇતિહાસ

આ પણ વાંચોઃ- ‘ક્રોધિત' ધોનીએ ઇસીબીને કહ્યુ હતું, સમાધાન નહીં

શું કહ્યું સંજુ સેમસને?

શું કહ્યું સંજુ સેમસને?

ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટેની ટીમ ઇન્ડિયા માટે પોતાની પસંદગી થઇ હોવાનું જાણ્યા બાદ કેરળના આ ક્રિકેટરે કહ્યું છેકે, આ સાંભળીને તે ઘણો જ ખુશ છે અને જે લોકો તેને સપોર્ટ કરી રહ્યાં છે તેનો આભાર માને છે. 19 વર્ષીય સંજુ સેમસને ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચતુષ્કોણિય શ્રેણીમાં ભારત એ માટે શાનદાર પ્રદર્શન કરતા શ્રેણીમાં 244 રન બનાવ્યા હતા. તેમજ રણજી ટ્રોફીમાં 58.88ની એવરેજથી 530 રન બનાવ્યા છે.

શું કહ્યું કર્ણ શર્માએ?

શું કહ્યું કર્ણ શર્માએ?

કર્ણ શર્માએ કહ્યું છેકે પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળવાથી તેને આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે અને તે એક ઓલરાઉન્ડર તરીકે ઉભરશે. હું જેટલી ગંભીરતાથી મારી બેટિંગને લઉ છું તેટલી જ ગંભીરતાથી હું સ્પિન બોલિંગને પણ લઇ રહ્યો છું. તેણે કહ્યું કે ટીમમાં સ્થાન મળવાથી હું ખુશ છું, હું કોઇ આશા સાથે મહેનત નથી કરતો પરંતુ મને ખબર છેકે જો અથાગ મહેનત કરવામાં આવશે તો તેનું ફળ અવશ્ય મળશે. 26 વર્ષીય કર્ણ રેલવે અને આઇપીએલમાં ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે છે, તેણે ગત શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 13 મેચોમાં 11 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ પર એક નજર

ભારતીય ટીમ પર એક નજર

મહેન્દ્ર સિંહ ઘોની(સુકાની), વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સમી, મોહિત શર્મા, અંબાતી રાયડૂ, ઉમેશ યાદવ, ધવલ કુલકર્ણી, સંજૂ સેમસન અને કર્ણ શર્મા.

વનડે અને ટી-20નો કાર્યક્રમ

વનડે અને ટી-20નો કાર્યક્રમ

પહેલી વનડે બ્રિસ્ટલમાં (25 ઑગસ્ટ), કાર્ડિફ(27 ઑગસ્ટ), નોટિંઘમ(30 ઑગસ્ટ), બર્મિંઘમ(2 સપ્ટેમ્બર) અને હેડિંગ્લે(5 સપ્ટેમ્બર). જ્યારે એકમાત્ર ટી20 સાત સપ્ટેમ્બરના રોજ બર્મિંઘમ ખાતે રમાશે.

English summary
Sanju Samson, who Tuesday (August 5) became the fourth cricketer from Kerala to be named in the national squad, said he was "extremely happy and thankful" to all those who stood by him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more