For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 વર્ષ બાદ ગાંગુલીએ ખોલ્યા દિલના રાજ...

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 29 જાન્યુઆરી: ભારતના સફળ કપ્તાનોમાંથી એક સૌરભ ગાંગુલીએ પોતાના એ ડર અંગે લોકોને જણાવ્યું જે તેમણે આટલા દિવસોથી પોતાના દિલમાં છૂપાવીને રાખ્યું હતું. ગાંગુલીએ જણાવ્યું કે મને ઇડન ગાર્ડનમાં સદી ફટકારવાનો હંમેશા ભય સતાવતો હતો, મને લાગતું હતું કે હું ક્યારેય પણ ઇડન ગાર્ડનમાં સદી નહીં ફટકારી શકું પરંતુ આખરે પાકિસ્તાનની વિરુદ્ધ મેં અત્રે પોતાની પહેલી સદી ફટકારી અને મારા હૃદયનો ભય દૂર થયો.

saurav
અત્રે નોંધનીય છે કે ભારતમાં ક્રિકેટનું મક્કા કહેવાતા ઇડન ગાર્ડનમાં ગાંગુલીએ એક ડિસેમ્બર, 2007માં પાકિસ્તાનની સાથે બીજી ટેસ્ટ મેચની પ્રથમ પારીમાં 102 રનોની પારી ખેલી હતી જે ગાંગુલીના ગોલ્ડન કરિયરમાંની એક છે. અત્રે આપને એખ ખાસ વાત જણાવી દઇએ છીએ કે આ જ મેચ ગાંગુલીની ઇડનમાં આખરી મેચ હતી.

ઇડનમાં સદી ફટકારવી મારો સૌથી મોટો ભય હતો
ઉલ્લેખનીય છે કે ગાંગુલીએ ઇડનમાં કુલ આઠ ટેસ્ટ મેચ અને ચાર આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી છે. જેમાં આ તેમની એકમાત્ર સદી રહી. બંગાળના પૂર્વ ખેલાડી રાજૂ મુખર્જીની પુસ્તક 'ઇડન ગરડસ-લીઝેંડ એંડ રોમાંસ'ના અનાવરણના અવસર પર ગાંગુલીએ પોતાના હૃદયની વાત લોકોને કહી. ગાંગુલીએ જણાવ્યું કે ઇડન તેમનું હંમેશાથી પસંદગીનું સ્ટેડીયમ રહ્યું છે અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ અત્રે મળેલી જીતને તેમણે ઇડન પર સૌથી યાદગાર પળ ગણાવી.

English summary
Former India captain Sourav Ganguly on Wednesday revealed that his biggest fear in his cricketing career was to have not scored an international hundred at his home ground, the historic Eden Gardens.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X