For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FIFA 2014: આર્જેન્ટિના અને જર્મની વચ્ચે ખિતાબી જંગ આજે

|
Google Oneindia Gujarati News

બ્રાઝીલ, 13 જુલાઇ: વર્લ્ડ કપના ફાઇનલની શરૂઆત થવામાં થોડા જ કલાકો બાકી છે. વિશ્વ કપના ખિતાબથી એક પગલું દૂર રહેલી વિશ્વની નં. 2 ટીમ જર્મની તેને જીતીને પાછલા ત્રણ વર્લ્ડકપથી ખિતાબની પાસે આવીને ચૂકી જવાની મેણાને ભાંગવાની કોશીશ કરશે. પાંચ જીત એક ડ્રો અને 17 ગોલ વર્લ્ડકપના ફાઇનલ સુધી પહોંચવા માટે આ છે જર્મનીની યાત્રા. 1990 બાદથી ખિતાબ તલાશી રહેલી જર્મનીની ટીમ વિશ્વ રેંકિંગમાં બીજા સ્થાન પર છે. અને આ વર્લ્ડ કપમાં રમાયેલ સેમિફાઇનલ ટીમની સતત ચોથી સેમિફાઇનલ હતી.

જર્મનીએ પોતાના અભિયાનની શરૂઆત રોનાલ્ડોની સેનાને 4-0ના મોટા અંતરથી હરાવીને કરી, ત્યારબાદ ઘાના જેવી ટીમની વિરુધ્ધ 2-2થી ડ્રો રમવા પર ટીમ પર સવાલ ઊઠ્યા હતા. ગ્રુપ સ્ટેજના પોતાની છેલ્લી મેચમાં જર્મનીએ પોતાના પાછલા કોચ યર્ગન ક્લિંસમેનની અમેરિકાને 1-0થી હરાવીને નૉકઆઉટમાં પ્રવેશ કર્યો.

germany
બીજા રાઉન્ડમાં ટીમ 7 પોઇન્ટની સાથે ગ્રુપમાં સૌથી શાનદાર સ્થિતિની સાથે પહોંચી હતી. અને અત્રેથી શરૂ થઇ અંતિમ-8 માટેની યાત્રા જ્યાં હારનો સીધો અર્થ હતો ટૂર્નામેન્ટથ બહારનો રસ્તો. નૉકઆઉટની પહેલી મેચમાં જર્મનીને અલ્જેરીયાએ જોરદાર ટક્કર આપી અને વધારાના સમયમાં જઇને જર્મનીને આ મેચને 2-1થી જીતી લીધી. વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં ટીમની ટક્કર ફ્રાંસ સાથે થઇ, જ્યાં 1-0થી જર્મની પાર થઇ ગયું.

હવે ફાઇનલ સુધી પહોંચવા માટે જર્મનીને યજમાન ટીમ બ્રાઝીલને હરાવવાની હતી. સ્થાનીય ફેંસની વચ્ચે વર્લ્ડ કપની દાવેદાર બ્રાઝીલને હરાવવું સરળ ન્હોતું, પરંતુ પરિણામ તેનાથી બિલકૂલ વિપરીત આવ્યું. જર્મનીએ યજમાનને 7-1થી ખરાબ રીતે માત આપી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. ત્રણ વર્લ્ડકપ પોતાના નામે કરી ચૂકેલી જર્મનીની નજર આજે પોતાના ચોથા ખિતાબ પર રહેશે. ટીમ જો એવું કરવામાં સફળ થઇ જશે તો તે દક્ષિણ અમેરિકન ધરતી પર ખિતાબ જીતીને ઇતિહાસ રચી દેશે.

English summary
The much awaited FIFA World Cup finale will be played tonight. Supporters of Argentina and Germany kept their fingers crossed as the two team are all set to beat each other in the finale.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X