For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિફા વર્લ્ડ કપ 2014 : બ્રાઝિલ અને જર્મની સેમિફાઇનલમાં પહોંચ્યા

|
Google Oneindia Gujarati News

રિયો ડી જનેરો/ફોર્ટાલેઝા (બ્રાઝિલ), 5 જુલાઇ : ફિફા વર્લ્ડ કપ 2014માં 4 જુલાઇના રોજ રમાયેલી ક્વોર્ટર ફાઈનલમાં પોતાની હરિફ ટીમો સામે જીત મેળવીને જર્મની અને બ્રાઝિલે હવે સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે આવતા મંગળવારે આ બે ટીમ વચ્ચે મુકાબલો થશે. નોંધનીય છે કે છેલ્લા 12 વર્ષમાં બ્રાઝિલ પ્રથમવાર સેમી ફાઈનલમાં પહોંચવામાં સફળ બન્યું છે. જ્યારે જર્મની સતત 4થીવાર ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા જર્મની ત્રણ વાર ચેમ્પિયન બની પણ બની ચૂક્યું છે.

જર્મનીએ ગઈ કાલે પહેલી ક્વોર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સને 1-0થી પરાજય આપ્યો હતો તો યજમાન બ્રાઝિલે કોલંબિયાને 2-1થી હરાવ્યું હતું.

જર્મનીએ મેચના પહેલા હાફમાં મેટ્સ હ્યુમેલ્સે કરેલા હેડર ગોલની મદદથી ફ્રાન્સને 1-0થી હરાવી સતત ચોથી વાર વર્લ્ડ કપ ફૂટબોલની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હ્યુમેલ્સે મેચની 13મી મિનિટે ગોલ કર્યો હતો. ટોની ક્રૂસને ફ્રી કિક મળ્યા બાદ સેન્ટર બેક હ્યુમેલ્સે બોલને માથાની ટક્કર મારીને બારની અંદર ધકેલી દીધો હતો.

brazil-colombia

બ્રાઝિલે થિયાગો સિલ્વા અને ડેવીડ લૂઈઝે કરેલા બે ગોલની મદદથી કોલંબિયાને હરાવ્યું છે. કોલંબિયાનો એકમાત્ર ગોલ જેમ્સ રોડ્રિગ્ઝે 80મી મિનિટે પેનલ્ટી કિક વડે કર્યો હતો. સિલ્વાએ તો બ્રાઝિલને 7મી જ મિનિટમાં સરસાઈ અપાવી હતી. ત્યારબાદ પહેલા હાફમાં વધુ ગોલ જોવા મળ્યો નહોતો.

બીજા હાફમાં 69મી મિનિટે લૂઈઝે ફ્રી કિકનો લાભ મળતાં ગોલ કર્યો હતો. મેચની 80મી મિનિટે બ્રાઝિલના ગોલકીપર જુલિયો સીઝરે પેનલ્ટી એરિયાની અંદર કોલંબિયાના સબ્સ્ટિટ્યૂટ કાર્લોસને પછાડી દેતાં કોલંબિયાને પેનલ્ટી કિક મળી હતી.

નોંધનીય છે કે વર્ષ 2010ની વર્લ્ડ કપ મેચમાં બ્રાઝિલ ક્વોર્ટર ફાઈનલમાં નેધરલેન્ડ્સ સામે હાર્યું હતું અને તે પહેલા, 2006માં ફ્રાન્સ સામે હાર્યું હતું. બ્રાઝિલે વર્ષ 2002માં દક્ષિણ કોરિયા-જાપાનમાં રમાયેલી સ્પર્ધા વખતે વર્લ્ડ ટાઈટલ જીત્યું હતું તે પછી બ્રાઝિલ ક્વોર્ટર ફાઈનલથી આગળ વધી શક્યું નથી. જે કારણે આ વર્ષે તેની પાસેથી તેના ચાહકોની અપેક્ષા વધી ગઇ છે.

English summary
FIFA World Cup 2014 : Brazil and Germany enter in semi final.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X