For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RUSSIA TOUR DIARY: અહીં ફૂટબોલ છે ઝનૂન, એટલે જ છે લાખોની ભીડ

સર્બિયાના એક સેક્સજેનેરિયન મિની સ્ટેનસ્લાવ ખુશ હતા કારણ કે તેમને ફીફા વર્લ્ડકપ 2018 માટે બેલગ્રેડથી મોસ્કો સુધી માત્ર ત્રણ કલાકની મુસાફરી કરવી પડી.

|
Google Oneindia Gujarati News

સર્બિયાના એક સેક્સજેનેરિયન મિની સ્ટેનસ્લાવ ખુશ હતા કારણ કે તેમને ફીફા વર્લ્ડકપ 2018 માટે બેલગ્રેડથી મોસ્કો સુધી માત્ર ત્રણ કલાકની મુસાફરી કરવી પડી. 4 વર્ષ પહેલા તેમને રિયો ડી જાનેરોમાં થયેલા વિશ્વકપને માણવા માટે 22 કલાકની મુસાફરી કરવી પડી હતી. જો કે બચેલા સમયનો ઉપયોગ મિકીએ લાઈનમાં ઉભા રહીને ટિકિટ ખરીદવામાં કર્યો. અને રશિયા વર્સિસ સાઉદી અરબ વચ્ચેની પહેલી મેચ લ્યુઝિનિકી સ્ટેડિયમમાં જોવાનો લ્હાવો લીધો. જો કે મિકીને મેચ સુધી રાહ જોવી સહેજ પણ પસંદ નથી.

દર્શકોનું ઘોડાપૂર

દર્શકોનું ઘોડાપૂર

આ ફીફા વર્લ્ડકપ છે. તમે ઓછી ભીડ કલ્પી પણ ન શકો. અને ન તો લાઈનમાં ઉભા રહેવાની વ્યથા વ્યક્ત કરી શકો. ટિકીટ માટે એક કિલોમીટરની લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ આ મિકીના શબ્દો હતા. તો લેટિન અમેરિકાના ફેન્સ ટિકિટ માટે લાઈન લગાવી રહ્યા હતા. ખાસ કરીને પેરુ સામેની મેચ માટે કારણ કે આ મેચમાં તેઓ પોતાના કેપ્ટન ગ્વેરેરોને જોવા માટે ઉત્સાહિત છે, જે પોતાનો કદાચ પહેલો અને છેલ્લો વર્લ્ડકપ રમી રહ્યા છે.

ત્રણ ગણા ભાવ

ત્રણ ગણા ભાવ

તો સુરક્ષા ગાર્ડની આંખો સામે જ કેટલાક લોકો નિયત ભાવ કરતા ત્રણ ગણા ભાવે ટિકિટ વેચી રહ્યા હતા. શક્ય છે કે સુરક્ષા ગાર્ડ તેમની અંગ્રેજી ભાષા ન સમજી શક્યા હોય, અથવા તો તેમની અવગણના કરી રહ્યા હોય, કારણ કે બ્રાઝિલમાં એક મેચની કિંમત $ 1000 હતી, ફીફાએ નક્કી કરેલા ભાવના 10 ગણા.

મેદાન બહાર માનવમહેરામણ

મેદાન બહાર માનવમહેરામણ

મિકીને થોડી તકલીફ જરૂર પડી કારણ કે ટાઉટ્સ ટિકિટ કલેક્શન સેન્ટરની સામે જાહેરમાં ત્રણ ગણા ભાવે ટિકિટ વેચી રહ્યા હતા. તો ફેન પાર્કમાં પણ તેની ક્ષમતા કરતા 25 હજાર વધુ લોકો હતા, આ ભીડને કારણે હજારો ફેન્સ મેચ જોયા વિના જ પાછા ફર્યા. કેટલાક લોકોએ મેદાનની દીવાલ કૂદીને જવાની કોશિશ કરી. પરંતુ સુરક્ષા જડબેસલાક હોવાને કારણે તેઓ અંદર ન જઈ શક્યા.

ભારતીય મૂળના લોકો પણ પહોંચ્યા

ભારતીય મૂળના લોકો પણ પહોંચ્યા

તો બીજી તરફ ઈજમેલોવ બીટા હોટલમાં, જર્મનીમાં રહેતા એક ભારતીય સંબુદ્ધ ઘોષ રશિયા ટુડેને ઈન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત હતા. ઘોષે કર્યું, ‘હું પહેલી વખત વર્લ્ડ કપ જોવા માટે ઉત્સાહિત છું, કારણ કે મારી પત્ની કેટરીના પોતાના સાસરે સમય પસાર કરી રહી છે. ‘

તેમણે કહ્યુ કે હું એવા ગણતરીના ભારતીયોમાંનો એક છું, જે પોતાની ફેમિલી સાથે વર્લ્ડકપ જોવા રશિયા આવ્યા છે. ઘોષે ઉમેર્યું કે હું ઓછામાં ઓછી 8 મેચ જરૂર જોઈશ. ઘોષ જર્મનીમાં રહે છે અને એટલે જ વર્લ્ડકપ જોવા માટે રશિયા આવ્યા છે. તેમણે કહ્યું કે સ્થાનિકોમાં વર્લ્ડકપને લઈ ખૂબ જ ઉત્સાહ છે, તહેવાર જેવું લાગી રહ્યું છે. મને આશા છે કે આવો જ ઉત્સાહ અંત સુધી રહેશે.

English summary
fifa world cup 2018: It is the world cup won't be any less crowded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X