For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિફા વર્લ્ડ કપ એપ્સ 1.8 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

fifa-app
નવી દિલ્હી, 24 જૂન: ફીફા વર્લ્ડ કપ-2014 આધિકારિક એપ્લિકેશનને 1-23 જૂન વચ્ચે 1.8 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી. આ સાથે જ આ એપ્લિકેશન ડાઉનલોડના મુદ્દે વર્લ્ડની સૌથી મોટી રમતનું આયોજન પણ બની ગયું. ફીફા અનુસાર આ આંકડા સોમવારે રાત્રે મેજબાન બ્રાજીલ અને કૈમરૂન વચ્ચે થયેલા મેચ બાદના છે.

બ્રાજીલમાં ચાલી રહેલા ફીફા વર્લ્ડ કપની સફર હજુ સુધી અધુરી છે, અને ફીફા વર્લ્ડ કપના આ આધિકારિક એપ્સના માધ્યમથી વર્લ્ડકપની સૂચનાઓ તથા આંકડાઓ સાથે જોડાયેલા 2.5 અરબ પૃષ્ઠ જોવામાં આવ્યા છે. ફીફા ભવિષ્યમાં આ એપ્સનો ઉપયોગ કરનારા રમતપ્રેમીઓની ગતિવિધિઓ સાથે જોડાયેલા આંકડા પણ જાહેર કરી શકે છે.

દુનિયાના 100થી પણ વધુ દેશોમાં ફીફા વર્લ્ડકપ એપ્સ સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ્સ બની ચૂકી છે. ડિસેમ્બર 2013માં લોન્ચિંગના બાદથી આ એપ્લિકેશનને 2.2 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

ફીફાની ડિજિટલ શાખાના અધ્યક્ષ મૈટ સ્ટોને કહ્યું ''હાલ ફીફા વર્લ્ડ કપ સાથે જોડાવવા માટે પ્રશંસકો દ્વારા ઉપયોગ કરવામાં આવતી વિભિન્ન ટેક્નોલોજીમાં આ એપ્સ સૌથી ઉપર છે.'' તેમણે એમપણ જણાવ્યું કે ગત ફીફા વર્લ્ડકપ-2010 દરમિયાન વિભિન્ન માધ્યમોના માધ્યમથી વર્લ્ડકપ સાથે જોડાનારા પ્રશંસકોની સંખ્યા 15 કરોડને પાર કરી ગઇ છે.

English summary
FIFA World Cup app has been downloaded 1.8 million times record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X