• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટીમમાંથી બહાર અને પરિવારમાં દુઃખ, આવો હતો ગંભીરનો એ સમય

|

બેંગ્લોર, 30 સપ્ટેમ્બરઃ ગયા સપ્ટેમ્બર મહિનામાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરનું જીવન અંગત કરુણતાઓના કારણે વેરાન જેવું થઇ ગયું હતું. હવે કોલકતા નાઇટ રાઇડર્સના સુકાનીએ પોતાના જીવનના આ સમય અંગે ખુલીને વાત કરી છે, જેમાં તેણે પોતાના જીવનના બે અંગત લોકોને ગુમાવી દીધા બાદ તે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. સપ્ટેમ્બર 2013માં ગંભીર ભારતની બહાર હતો અને ઇંગ્લેન્ડમાં એસેક્સ તરફથી રમી રહ્યો હતો, જ્યારે તેને અંગત કરુણતા અંગે જાણ થઇ તો તે ઇંગ્લેન્ડ છોડીને ભારત આવી ગયો હતો, પરંતુ અમુક સમય બાદ તે પુનઃ એસેક્સ માટે રમવા ઇંગ્લેન્ડ પરત ફર્યો હતો.

જ્યારે ચેમ્પિયન્સ લીગ ટી20ની અધિકૃત વેબસાઇટ દ્વારા ગંભીરને 2013ની એ ઘટના અંગે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, એ સમય મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાનો એક હતો. મે એક જ વર્ષમાં મારા જીવનની નિકટ રહેલા બે લોકોને ગુમાવી દીધા હતા. એ સમયે તેને ભારતની રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, હું ઇંગ્લેન્ડ ગયો હતો અને એસેક્સ માટે રમી રહ્યો હતો કારણ કે હું મારી કારકિર્દીને પુનઃ પાટા પર લાવવા માગતો હતો. મે સદી ફટકારી હતી અને હું મારા આત્મવિશ્વાસને પરત મેળવી રહ્યો હતો. વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- ટી20 ક્રિકેટમાં સૌથી શિકાર કરનાર વિકેટકીપર્સઃ ધોની બીજા ક્રમે

આ પણ વાંચોઃ- આ ખેલાડીએ ભારત તરફથી ફટકારી હતી પહેલી ટેસ્ટ સદી

એ સમય મારા જીવનનો સૌથી કપરો સમય હતો

એ સમય મારા જીવનનો સૌથી કપરો સમય હતો

ત્યારબાદ તુરંત જ મને સમાચાર મળ્યા કે મારા પરિવારમાં એકના મૃત્યુ નીપજ્યું છે. હું ભારત પરત ફર્યો હતો અને બે ચેમ્પિયન્સ ગેમ્સ ગુમાવી દીધી હતી. એ સૌથી કપરો સમય હતો, જ્યારે આ દુઃખદ ઘટનાના ચાર દિવસ બાદ હું પરત ઇંગ્લેન્ડ ફર્યો હતો. મારી પત્ની મારી સાથે પ્રવાસ કરી શકે તેમ નહોતી, કારણે તેને પરિવાર સાથે રહેવાનું હતું. હું ત્યાં એકલો હતો અને મારે મારી કારકિર્દીને પાટા પર ચઢાવવાની હતી. એ મુશ્કેલ સમય હતો, પરંતુ આવો સમય તમને ઘણું બધુ શીખવી જાય છે. જ્યાં સુધી તમે આ પ્રકારની સ્થિતિનો અનુભવ નથી કરતા ત્યાં સુધી નથી જાણી શકતા કે તમે કેટલા માનસિક રીતે મજબૂત છો.

...તો એ અનપ્રોફેશનલ કહેવાત

...તો એ અનપ્રોફેશનલ કહેવાત

ગંભીરે કહ્યું કે, જો ઇંગ્લેન્ડ પરત ના ફર્યો હોત અને એસેક્સ સાથેના કોન્ટ્રાક્ટને પૂર્ણ ન કર્યો હતો તો એ અનપ્રોફેશનલ ગણાયું હોત. હું સરળતાથી ઘરે રોકાઇ શક્યો હોત, મને એસેક્સ તરફથી ફોન આવ્યો હતો કે આવા સમયે તમે અહીં નહીં આવો તો ચાલશે, પરંતુ એ મારી માટે ઘણું જ અનપ્રોફેશનલ બની ગયું હોત.

ગંભીરે પોતાના જાતને ચકાસી

ગંભીરે પોતાના જાતને ચકાસી

તેણે જણાવ્યું કે, હું મારી જાતને ચકાસવા માગતો હતો કે હું માનસિક રીતે કેટલો મજબુત છું, મારા અંગત જીવનમાં જે બન્યું એ જ સ્થિતિમાં હું એસેક્સ માટે રમી શકું છું કે નહીં અને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું કે નહીં. આ પ્રશ્ન મે મારી જાતને પૂછ્યો હતો, મારા પરિવારે મને સમર્થન આપ્યું હતું અને મને ઇંગ્લેન્ડ જવા માટે પ્રેરિત કર્યો હતો અને હિંમત આપી હતી. હું એ અનુભવથી ઘણો મજબૂત બન્યો છું.

પોતાના કોચના નિધન અંગે શું કહ્યું ગંભીરે

પોતાના કોચના નિધન અંગે શું કહ્યું ગંભીરે

ગંભીરે પોતાના કોચ અને પૂર્વ ક્રિકેટર પાર્થશાસ્ત્રી શર્માના અવસાન અંગે પણ વાત કરતા કહ્યું કે, મારા ક્રિકેટ જીવનમાં એ એકમાત્ર વ્યક્તિ છે જેમની મને ઘણી ખોટ સાલી રહી છે. મને એવી એકપણ વ્યક્તિ મળી નથી કે જેમની સાથે હું મારી રમત અંગે તેમની સાથે જે પ્રકારે વાત કરતો તે પ્રકાર ચર્ચા કરી શકું. આ ખાલીપણાને હું ક્યારેય મારા જીવનમાં ભરી શકીશ નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના જેટલી ખોટ મને કોઇન સાલી નથી. મને મારી રમત વિશે આત્મવિશ્વસ અપાવવાનું કામ તેમણે કર્યું હતું, જે મારા માટે ઘણું મહત્વનું હતું. જોકે આ દુર્ઘટનાએ મને એ વાત શીખવી છેકે કોઇના પર આશ્રિત રહ્યાં વગર હું મારી જાત પર કેટલો વિશ્વાસ કરી શકું છું.

દુઃખોનો પહાડ તૂટ્યો

દુઃખોનો પહાડ તૂટ્યો

તેણે કહ્યું કે, ઘણા જ ટૂંકા સમયમાં મે મારા કોચ, પરિવારના બે સભ્યોને ગુમાવ્યા અને મને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો. આ બધી બાબતો એ મારી આંખોમાં અંઘારા લાવી દીધા હતા. પોતાના જીવનના આ તમામ દુઃખોને ભુલાવીને ગંભીર ફરી ટ્રેક પર આવ્યો અને તેણે આ વર્ષે આઇપીએલમાં કેકેઆરને ટાઇટલ અપાવ્યું છે તથા ચેમ્પિયન્સ લીગ ટી20ની ચાલું ટૂર્નામેન્ટમાં ટીમને સેમીફાઇનલમાં પહોંચાડી છે.

English summary
Last September, India opener Gautam Gambhir was "completely devastated" following a "personal tragedy". Now, the Kolkata Knight Riders captain has spoken about that phase, which according to him was "the most difficult one" after losing two of the closest people in his life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more