• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ટેસ્ટમાં પણ હોવી જોઇએ ચીયર્સ લીડર્સ !'

|

નવી દિલ્હી, 17 નવેમ્બર: પૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવે જણાવ્યું છે કે ટેસ્ટ ક્રિકેટ જ સર્વશ્રેષ્ઠ છે અને એ જ આ રમતની આત્મા છે. જો ક્રિકેટના આ ફોર્મેટને વધુ લોકપ્રિય બનાવવા માટે ચીયર્સ લીડરને લાવવામાં આવે તો કોઇ વાંધો નથી.

કપિલ દેવે એક સમિટમાં જણાવ્યું કે જો ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા વધારવા માટે મેદાનમાં ગીતકારો કે ચીયર્સ લીડર લાવવી પડે તો લાવવી જોઇએ. ટેસ્ટ ક્રિકેટ જ આ રમતની આત્મા છે માટે તેના માટે ક્રિકેટ બોર્ડે જરૂરી પગલા ભરવા જોઇએ.

તેમણે જણાવ્યું કે ટી-20 ક્રિકેટ ફોર્મેટ માટે તમામ સંભવ પ્રયાસ કરવામાં આવે છે તો પછી ટેસ્ટ માટે કેમ નહી. જો માત્ર ટી-20નો પ્રચાર કરવામાં આવશે અને તેને જ ટીવી પર વધારે દેખાડવામાં આવશે તો ટેસ્ટ પ્રત્યે લોકોની રૂચી ઓછી થઇ જશે.

જોકે કપિલ દેવે ટેસ્ટ મેચને ડે-નાઇટ કરવાની વાત પર પોતાની અસહમતી દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે હું જુનવાણી વિચારધારાનો માણસ છું અને ટેસ્ટ ક્રિકેટ સફેદ કપડા પહેરીને રમાવી જોઇએ.

English summary
Former India captain Kapil Dev today outrightly rejected ICC's idea of having Day-Night Test matches in near future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X