સચિન તેન્ડુલકર પર વરસ્યા ચેપલ, દાવાઓને નકારી કાઢ્યા
નવી દિલ્હી, 4 નવેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ગ્રેગ ચેપલે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર તેન્ડુલકરે તે દાવાને નકારી કાઢ્યા છે જેમાં તેમને (ગ્રેગ ચેપલને) રિંગમાસ્ટર ગણાવ્યા છે. ચેપલે કહ્યું કે સચિને આત્મકથામાં કહેલી વાત સાચી નથી. તેમણે કહ્યું કે તે કોચ તરીક ક્યારેય ઇચ્છતા ન હતા કે રાહુલ દ્રવિડને રિપ્લેસ કરી સચિન તેન્ડુલકરને ભારતીય ટીમના કેપ્ટન બનાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટ ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે પોતાના પુસ્તકના માધ્યમથી ભારતના તત્કાલિન કોચ ગ્રેગ ચેપલ પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે લખ્યું, વેસ્ટઇંડીઝમાં રમવામાં આવેલા વર્લ્ડકપ 2007થી કેટલાક મહિના પહેલાં ગ્રેગ ચેપલે રાહુલ દ્રવિડને હટાવીને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ મને (સચિન તેન્ડુલકર) સંભાળવાની સલાહ આપી હતી જેથી અમે બંને (ગ્રેગ ચેપલ અને સચિન તેન્ડુલકર) મળીને વર્ષો સુધી ભારતીય ક્રિકેટ પર રાજ કરી શકે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ચેપલ જ્યારે સચિન તેન્ડુલકરના નિવાસ પર ગયા તો તેમણે કહ્યું, અને બંને મળીન વર્ષો સુધી ભારતીય ક્રિકેટને કંટ્રોલ કરી શકીએ છીએ. આ દરમિયાન ચેપલે ઓફર કરી કે દ્રવિડ પાસેથી કેપ્ટનશિપ લેવામાં તે મારી મદદ કરી શકે છે. આ સ્ટાર બેસ્ટમેને પોતાની આત્મકથા 'પ્લેઇંગ ઇટ માઇ વે'માં આ ખુલાસો કર્યો છે જેનું વિમોચન ગુરૂવારે થશે.