For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયન ગેમ્સ 2018: 10 મીટર એર પિસ્ટલમાં હિના સિદ્ધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ

હિનાએ 10.8 પોઈન્ટ્સનું પહેલુ નિશાન લગાવ્યુ પરંતુ બીજા શોટમાં તે કોઈ કમાલ બતાવી શકી નહિ અને આ સાથે તે 219.2 પોઈન્ટ્સ સાથે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી.

|
Google Oneindia Gujarati News

ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા 18 માં એશિયન ગેમ્સનો છઠ્ઠો દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો અને ભારતે આ દિવસે પોતાની મજબૂત દાવેદારી વિદેશી ભૂમિ પર બતાવી. આજે ભારતને શૂટિંગના વિમેન્સ 10 મીટર એર પિસ્ટલમાં મનુ ભાકર અને હિના સિદ્ધુથી ગોલ્ડની આશા રાખી હતી કારણકે થોડા મહિના પહેલા જ થયેલ કોમનવેલ્થ ગેમ્સમાં આ બંને ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર જીતીને ભારતનું માન વધાર્યુ હતુ.

heena

આ કારણે જ એશિયન ગેમ્સમાં પણ ભારતને ગોલ્ડની આશા હતી. જો કે આ ઈવેન્ટમાં મનુ ભાકરે એલિમિનેટ થઈને બધાને નિરાશ કરી દીધા હતા. પરંતુ હિનાએ બ્રોન્ઝ જીતીને ભારતની આશાઓને જીવંત રાખી. તમને જણાવી દઈએ કે હિનાએ 10.8 પોઈન્ટ્સનું પહેલુ નિશાન લગાવ્યુ પરંતુ બીજા શોટમાં તે કોઈ કમાલ બતાવી શકી નહિ અને આ સાથે તે 219.2 પોઈન્ટ્સ સાથે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી.

આ પણ વાંચોઃ એશિયન ગેમ્સઃ ફ્રી સ્ટાઈલ કુશ્તી-68 કિલો વર્ગમાં દિવ્યાએ જીત્યો કાંસ્ય પદકઆ પણ વાંચોઃ એશિયન ગેમ્સઃ ફ્રી સ્ટાઈલ કુશ્તી-68 કિલો વર્ગમાં દિવ્યાએ જીત્યો કાંસ્ય પદક

આ ગેમ શરૂ થતા પહેલા માનવામાં આવતુ હતુ કે ભારતને આ ગેમમાં ગોલ્ડ જરૂર મળશે પરંતુ આ ઈવેન્ટમાં પહેલી સીરિઝ બાદ ભારતની શૂટર હિના સિદ્ધુ 49.9 પોઈન્ટ્સ સાથે પાંચમાં અને મનુ ભાકર 49 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર રહી. વળી, બંને પર જ એક સમયે એલિમિનેશનનું જોખમ તોળાતુ હતુ પરંતુ હિનાએ આમાં સફળતા મેળવી અને ભારતને બ્રોન્ઝ જીતાડ્યો. આ સાથે ભારત હવે મેડલ ક્રમમાં સાતમાં સ્થાન પર આવી ગયુ છે. ભારતે અત્યાર સુધીમાં 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતના કુલ 23 મેડલ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડઆ પણ વાંચોઃ વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વાર મહિલા પહેલવાને જીત્યો ગોલ્ડ

English summary
heena wins 10 m air pistol bronze asian games 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X