For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમના મુખ્યમંત્રીનું એલાન, હિમા દાસ બનશે રાજ્યની પ્રથમ રમતગમત રાજદૂત

ભારતનું માન વધારનારી 18 વર્ષીય હિમા દાસને અસમની ખેલ રાજદૂત બનાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ભારતનું માન વધારનારી 18 વર્ષીય હિમા દાસને અસમની ખેલ રાજદૂત બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે સ્ટાર એથલીટ હિમા દાસના માતા પિતા સાથે મુલાકાત કરી અને કહ્યુ કે તેમને રાજ્યની ખેલ દૂત નિયુક્ત કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યુ કે હાલમાં ફિનલેન્ડના ટેમ્પરમાં આઈએએફ વિશ્વ અંડર-20 ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી હિમા રાજ્યની પહેલી ખેલ દૂત બનશે.

hima das

રાજ્ય સરકારે કહ્યુ કે પોતાના રાજ્યમાં પાછા આવ્યા બાદ તે રાજ્ય સ્તરના કાર્યક્રમમાં આ એથલીટનું સમ્માન કરશે. સોનોવાલે હિમાના પિતા રંજીત અને માતા જુનાલી દાસને આ વાત કહી. સોનોવાલ નગાંવ જિલ્લાના ધીંગ ક્ષેત્રના નંબર ત્રણ કાંદુલિમારી ગામમાં હિમાના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોને મળ્યા. વળી, મુખ્યમંત્રી સોનોવાલે હિમાની સફળતા પર તેમના માતાપિતાને અભિનંદન પાઠવ્યા અને હિમા દાસની પ્રશંસા કરતા કહ્યુ કે તેમની સફળતાએ વૈશ્વિક સ્તર પર રાજ્યના લોકોનો દરજ્જો વધાર્યો છે.

તેમણે કહ્યુ કે હિમાની ઉપલબ્ધિથી ભારતીયોને પ્રેરણા મળશે અને તેના દ્વારા જીતેલા સ્વર્ણ પદકથી સાબિત થાય છે કે અથાગ મહેનત, પ્રતિબદ્ધતા અને ઈમાનદારી જ સફળતાનો આધાર છે. તમને જણાવી દઈએ કે આની પહેલા સરકારે તેમને 50 લાખ રૂપિયા આપવાની પણ ઘોષણા કરી હતી, જેના પર મુખ્યમંત્રીએ કહ્યુ કે તે પણ તેમને વહેલામાં વહેલી તકે આપવામાં આવશે.

English summary
hima das will be first sport ambassador said cm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X