મેચ પહેલા હોકી ખેલાડીએ ડ્રેસિંગ રૂમ બાળકને કરાવ્યું સ્તનપાન

Posted By:
Subscribe to Oneindia News

સ્તનપાન કોઈ પણ મહિલાના જીવનમાં અગત્યનો ભાગ હોય છે. જેને બાળક અને માતા વચ્ચેની સામાન્ય પ્રક્રિયા રૂપે જોવું જોઈએ. પરંતુ સાર્વજનિક જગ્યા પર માતા ઘ્વારા બાળકને સ્તનપાન કરાવવું સહજ નથી. આવી પરિસ્થથી જોઈને લોકો અસહજ થઇ જાય છે. પરંતુ આ અસહજ પરિસ્થથી દૂર કરવા માટે કેનેડાની હોકી ખેલાડી ઘ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું. આ હોકી ખેલાડી ઘ્વારા મેચ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું. એટલું જ નહીં પરંતુ તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર પણ પોસ્ટ કરી.

ડ્રેસિંગ રૂમમાં ફોટો થયી ક્લિક

ડ્રેસિંગ રૂમમાં ફોટો થયી ક્લિક

સેરા સ્માલ ઘ્વારા ફેસબૂક પર પોતાના આઠ મહિનાના બાળકને સ્તનપાન કરાવતો ફોટો શેર કર્યો છે. આ ફોટો સેરા ની માતા માડેના લેકટ્રી ઘ્વારા ક્લિક કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે જયારે તેમને આ ફોટો ક્લિક કરી ત્યારે તેમની દીકરી ડ્રેસિંગ રૂમમાં હતી. મારી દીકરી ચાર વર્ષની હતી ત્યારથી હોકી રમી રહી છે. હોકી તેના જીવનનો અગત્ય નો ભાગ છે.

માતા ઘ્વારા ફોટો ક્લિક

માતા ઘ્વારા ફોટો ક્લિક

સેરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને ખબર જ હતી નહીં કે તેની માતા ફોટો ક્લિક કરી રહી છે. તેમને આ વાતની ખબર ત્યારે પડી જયારે તેમની માતાએ તેમને ફોટો બતાવ્યા. સેરા આ ફોટો શેર કરીને ખુબ જ ખુશ છે.

સ્તનપાન સાધારણ બાબત

સ્તનપાન સાધારણ બાબત

ફોટો શેર કરીને સેરા ઘ્વારા લખવામાં આવ્યું કે આ સ્તનપાન તસવીરો શેર કરીને તેઓ ગર્વ અનુભવી રહ્યા છે. આ ફોટો ઘ્વારા તેઓ લોકો વચ્ચે એવા સંકોચને દૂર કરવા માંગે છે, જેને લઈને લોકો ખોટી ધારણા બનાવે છે. પબ્લિક વચ્ચે સ્તનપાન કરાવવામાં કોઈ પણ સંકોચ ના હોવો જોઈએ. આ ખુબ જ સુંદર અને સાધારણ બાબત છે.

મેચ પહેલા અને મેચ વચ્ચે કરાવ્યું સ્તનપાન

મેચ પહેલા અને મેચ વચ્ચે કરાવ્યું સ્તનપાન

આ તસવીરો મેચ શરૂ થતા પહેલા અને મેચ વચ્ચેના બ્રેકમાં લેવામાં આવી છે. તેમને જણાવ્યું કે જયારે તેમને અડધા કપડાં પહેરી બાળકીને સ્તનપાન કરાવ્યું જેને કારણે બાળકી આરામથી સુઈ જાય અને તેને કોઈ પણ પરેશાની ના આવે.

English summary
Hockey player breastfeeding photograph in dressing room breaks the taboo.Lady shares the pic on social media.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.