For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલીનો વિસ્ફોટ, 'ગાળો જ ભાંડુ છું ને, તેમા શું ખોટું છે'

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના કાર્યકારી સુકાની તરીકે તાજેતરમાં જ વિદેશી ધરતી પર 5-0થી શ્રેણી જીતને ઇતિહાસ રચનારા બેટ્સમેન વિરાટ કોહલીનું કહેવું છેકે ખેલ દરમિયાન આક્રમક થવામાં કંઇ જ ખોટું નથી. કેટલાક પૂર્વ વરિષ્ઠ ખેલાડીઓ દ્વારા ટીકા કરવામાં આવી હોવા છતાં પણ વિરાટ કોહલી પોતાના વ્યવહારમાં કોઇ જ બદલાવ લાવવાનું વિચારી રહ્યો નથી. તાજેતરમાં ઝિમ્બાવ્વે પ્રવાસ દરમિયાન 26 જુલાઇના રોજ હરારેમાં બીજી વનડે મેચ દરમિયાન ત્રીજા અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યા પછી પણ મેદાન પર હાજર અમ્પાયર સાથે ચર્ચા કરવા અને ગુસ્સો કરવા બદલ પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ કોહલીની ટીકા કરી હતી અને તેને પોતાના સ્વભાવમાં બદલાવ લાવવા માટે કહ્યું હતું.

એક પ્રચાર અભિયાન સિંથોલ ચેલેન્જ વિરાટમાં ભાગ લેવા માટે આવેલા કોહલીએ કાર્યક્રમમાં એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, મારી સાથે આ વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને મે પહેલા પણ કહ્યું હતું કે મે ક્યારેય હદ પાર કરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ હું મારા મૂળ આક્રમક સ્વભાવને નહીં બદલું, કારણ કે તેનાથી મને મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે, કોહલીએ કહ્યું કે, જ્યારે તમે ભાવુક થઇ જાઓ છો તો તમે ભૂલ કરી બેસો છો, હું એક જીવતો જાગતો માનવ છું કોઇ મશીન નથી. દરેક વ્યક્તિથી આ પ્રકારની ભૂલો થાય છે.

તેણે વધુમાં કહ્યું કે, સુકાની બનવું એ એક અલગ પ્રકારનો અનુભવ છે, તેમાં ઘણુ બધુ દબાણ રહેલું છે. આ સ્પોર્ટમાં પોતાના દેશનું નેતૃત્વ કરવું એ ખરેખર એક મોટી પોસ્ટ છે, તેમા ઘણી જવાબદારી રહેલી છે. હું ખરેખર તેની દરેક પણનો આનંદ ઉઠાવી રહ્યો છું. તેમાં ઘણા પડકારો રહેલા છે અને હું તેની સાથે જીવવા માગુ છું.

આક્રમક થવામાં કંઇ જ ખોટું નથી

આક્રમક થવામાં કંઇ જ ખોટું નથી

વિરાટ કોહલીનું કહેવું છેકે ખેલ દરમિયાન આક્રમક થવામાં કંઇ જ ખોટું નથી. કેટલાક પૂર્વ વરિષ્ઠ ખેલાડીઓ દ્વારા ટીકા કરવામાં આવી હોવા છતાં પણ વિરાટ કોહલી પોતાના વ્યવહારમાં કોઇ જ બદલાવ લાવવાનું વિચારી રહ્યો નથી.

મે ક્યારેય હદ પાર કરવાનો પ્રયાસ કર્યો નથી

મે ક્યારેય હદ પાર કરવાનો પ્રયાસ કર્યો નથી

મારી સાથે આ વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને મે પહેલા પણ કહ્યું હતું કે મે ક્યારેય હદ પાર કરવાનો પ્રયાસ કર્યો નથી.

આક્રમક સ્વભાવને નહીં બદલું

આક્રમક સ્વભાવને નહીં બદલું

હું મારા મૂળ આક્રમક સ્વભાવને નહીં બદલું, કારણ કે તેનાથી મને મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે

 ભાવુક થઇ જાઓ છો તો તમે ભૂલ કરી બેસો છો

ભાવુક થઇ જાઓ છો તો તમે ભૂલ કરી બેસો છો

જ્યારે તમે ભાવુક થઇ જાઓ છો તો તમે ભૂલ કરી બેસો છો, હું એક જીવતો જાગતો માનવ છું કોઇ મશીન નથી. દરેક વ્યક્તિથી આ પ્રકારની ભૂલો થાય છે.

 અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા

અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા

ઝિમ્બાવ્વે પ્રવાસ દરમિયાન 26 જુલાઇના રોજ હરારેમાં બીજી વનડે મેચ દરમિયાન ત્રીજા અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યા પછી પણ મેદાન પર હાજર અમ્પાયર સાથે ચર્ચા કરવા અને ગુસ્સો કરવા બદલ પૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ કોહલીની ટીકા કરી હતી અને તેને પોતાના સ્વભાવમાં બદલાવ લાવવા માટે કહ્યું હતું.

English summary
India's explosive batsman Virat Kohli on Wednesday said there is nothing wrong in being aggressive on the field and sees no reason for changing his approach, the criticism by some former cricketers notwithstanding.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X