For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો સચિનનું બેટ ગાયબ કરવા માગતો હતો શોએબ અખ્તર!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 13 નવેમ્બર: ક્રિકેટના મેદાન પર સચિન તેંડુલકરના સૌથી મોટા પ્રતિદ્વંદીમાંથી એક રહેલા પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તરે જણાવ્યું કે તેઓ હંમેશા સચિનનું બેટ ગાયબ કરવાના ફિરાકમાં રહેતા હતા. પરંતુ માસ્ટર બ્લાસ્ટરે એવી તક ક્યારેય આપી નહી.

શોએબે કાર્યક્રમ 'સલામ સચિન'માં આ ખુલાસો કરતા જણાવ્યું કે અમે વિચારતા હતા કે સચિનનું બેટ જ ગાયબ કરી દઇએ. પરંતુ સચિન હંમેશા પોતાનું બેગ જાતે જ ઉઠાવતો હતો. સચિન 14 નવેમ્બરથી પોતાની આખરી ટેસ્ટ રમવા માટે વાનખેડે સ્ટેડિયમમાં ઉતરશે જે તેની કારકિર્દીની 200મી ટેસ્ટ રહેશે.

soaib akhtar
પાકિસ્તાની બોલરે જણાવ્યું કે વર્ષ 1999માં કોલકાતા ટેસ્ટમાં મેં સતત બે બોલ પર રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરને આઉટ કર્યો હતો. સચિનના આઉટ થતા જ સ્ટેડિયમમાં બેઠેલી ભીડ શાંત થઇ ગઇ અને હું એ જોઇને હેરાન રહી ગયો. જોકે એ મારા માટે બહુ ગર્વની વાત હતી કે મે સચિનની વિકેટ લીધી હતી.

પોતાના પુસ્તક 'કોન્ટ્રોવર્સિયલી યોર્સ'માં સચિન પર કરવામાં આવેલ એક કમેન્ટ અંગે સ્પષ્ટતા કરતા શોએબે જણાવ્યું કે તેમણે એવું ક્યારેય નથી કહ્યું કે સચિન તેમનાથી ડરતા હતા, બલકે તેણે પુસ્તકમાં એ લખ્યું છે કે સચિનને ટેનિસ એલ્બો હતો એટલા માટે તેઓ સચિનની એ કમજોરીનો ફાયદો ઉઠાવતો હતો.

English summary
I wanted to hid Sachin Tendulkar's bat said Shoaib Akhtar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X