For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશાંતે સ્વિકાર્યું તેમણે સ્મિથ સાથે પિચ પર કરી હતી ગંદી વાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બ્રિસબેન, 22 ડિસેમ્બર: એક તરફ તો ભારત બ્રિસબેનમાં ઇંડો-ઓસ્ટ્રેલિયા સીરીઝની બીજી ટેસ્ટ મેચ હારીને સીરિઝ હારી ચૂકી છે તો બીજી તરફ ભારતના ફાસ્ટ બોલર ઇશાંત શર્માને તેમના આક્રમક વલણના લીધે સજા ભોગવવી પડી રહી છે.

જી હાં ઇશાંત શર્મા પર બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ દરમિયાન આઇસીસી આચાર સંહિતાના ઉલ્લંઘન માટે મેચ ફીનો 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ઇશાંત શર્માને આ સજા એટલા માટે મળી છે કારણ કે તેમને ગાબામાં ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં કેપ્ટન સ્મિથને આઉટ કર્યા બાદ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ishant-sharma

આઇસીસીએ આ વાતને એક વિજ્ઞપ્તિના માધ્યમથી મીડિયાને જણાવી હતી. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે ઇશાંત શર્માએ ખેલાડીઓ અને ખેલાડીઓના સહયોગી સ્ટાફની સાથી આચાર સંહિતાને અનુચ્છેદ 2.1.4નું ઉલ્લંઘન કર્યું છે જેના લીધે તેમને પોતાની ફીનો 15 ટકા દંડ ભરવો પડશે. અનુચ્છેદ 2.1.4 એમ કહે છે કે ઇશાંત શર્માએ મેચ દરમિયાન અભદ્ર, અશ્લીલ અને અમાનવીય વહેવાર અને ભાષાનો ઉપયોગ કર્યો છે.

ઇશાંત શર્માએ પોતાની ભૂલ સ્વિકરી લીધી છે અને સજા તરીકે તે પોતાનો દંડ ભરવા માટે પણ તૈયાર છે. ઇશાંત શર્માની ફરિયાદ આઇસીસી મેચ રેફરી જેફ ક્રોએ કરી હતી.

English summary
Australia has been fined for maintaining a slow over rate and India paceman Ishant Sharma has been found guilty of breaching the ICC Code of Conduct during the second Brisbane Test, the ICC said Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X