
IND vs SA : આખરે કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવાયો, આ રીતે રહેશે પુરૂ શેડ્યૂઅલ!
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ કેવો વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે. ભારતીય ટેસ્ટ ટીમ દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે. નવનિયુક્ત ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે આખી શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સ્થિતિમાં ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઓપનર કેએલ રાહુલને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. બીસીસીઆઈએ આ અંગે ટ્વીટ કર્યું છે.
એક સત્તાવાર નિવેદનમાં BCCIએ કહ્યું કે, રોહિત શર્મા ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે અને તેની જગ્યાએ રાહુલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નિર્ણય એ પણ સંકેત આપી શકે છે કે પસંદગીકારો રાહુલને રોહિત અને કોહલી પછી સુકાનીની ભૂમિકા માટે ભાવિ વિકલ્પોમાંથી એક તરીકે જોઈ રહ્યા છે. અજિંક્ય રહાણે માટે આ સમાચાર નિરાશાજનક હોઈ શકે છે કારણ કે એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્માની ઈજા બાદ રહાણેને પણ આ જવાબદારી મળી શકે છે પરંતુ એવું થયું નથી. રહાણેના વર્તમાન પ્રદર્શનથી બીસીસીઆઈ નાખુશ છે. આ સ્થિતિમાં તેઓ એવા યુવાનને જવાબદારી આપવા માંગતા હતા જે લાંબી રેસનો ઘોડો સાબિત થઈ શકે. હાલ રાહુલ ત્રણેય ફોર્મેટનો વાઇસ કેપ્ટન બની ગયો છે.
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત (wk), રિદ્ધિમાન સાહા (wk), આર અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, પ્રિયંક પંચાલ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ - નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચહર, અર્જુન નાગવાસવાલા
ટાઈમ ટેબલ - ટેસ્ટ સિરીઝ
1લી ટેસ્ટ મેચ - 26 થી 31 ડિસેમ્બર, સેન્ચુરિયન
2જી ટેસ્ટ - 3-7 જાન્યુઆરી, જોહાનિસબર્ગ
ત્રીજી ટેસ્ટ મેચ - 11 થી 15 જાન્યુઆરી, કેપ ટાઉન
ODI સિરીઝ -
1લી ODI - 19 જાન્યુઆરી 2022, પર્લ
2જી ODI - 21 જાન્યુઆરી 2022, પર્લ
ત્રીજી ODI - 23 જાન્યુઆરી, કેપટાઉન