For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોકી જૂનિયર વિશ્વકપ 2016: ભારતે સ્પેનને 2-1 થી હરાવ્યુ

લખનઉમાં રમાઇ રહેલ હોકી જૂનિયર વિશ્વકપ 2016 ના ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતે સ્પેનને હરાવી દીધુ છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

2016 ના હોકી જૂનિયર વિશ્વ કપ કવાર્ટર ફાઇનલમાં આજે ભારતે સ્પેનને 2-1 થી હરાવીને ખિતાબ પોતાના નામે કરવા માટે પોતાની દાવેદારી મજબૂત કરી દીધી છે. એક સમયે 0-1 થી પાછળ રહેલી ભારતીય ટીમે શાનદાર રીતે આગળ વધીને જીત મેળવી હતી.

hockey

લખનઉમાં રમાયેલ આ મુકાબલામાં સ્પેન 22 મી મિનિટમાં માર્ક સેરેમાના ગોલને કારણે 1-0 થી આગળ વધી ગયુ હતુ. ભારત તરફથી સિમરનજીત સિંહે 57 મી મિનિટમાં ગોલ કરીને ભારતની બરાબરી કરી હતી. ત્યારબાદ 66 મી મિનિટમાં હરમનપ્રીતના ગોલે ભારતને વિજય અપાવ્યો હતો. ભારતે આ જીત સાથે સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધુ છે.

ભારતે જૂનિયર હોકી વિશ્વકપનો પોતાનો એકમાત્ર ખિતાબ 2001માં જીત્યો હતો. ત્યારબાદ ભારત બીજા ખિતાબની રાહ જોઇ રહ્યુ છે. આ વખતે ભારતીય ટીમ પાસે ઘણી આશાઓ રખાઇ રહી છે.

ભારતે જીતી છે ગ્રુપ લીગની બધી મેચ

લખનઉમાં રમાઇ રહેલ ટુર્નામેંટમાં ગ્રુપ લીગની બધી ત્રણ મેચમાં ભારતે જીત મેળવી હતી. પોતાની પહેલી મેચમાં યજમાન ટીમે કેનેડાને 4-0 થી હાર આપી હતી. બીજા મુકાબલામાં ભારતે ઇંગ્લેંડને 5-3થી હરાવ્યુ હતુ. ત્યારબાદ ત્રીજા અને અંતિમ ગ્રુપ મુકબલામાં ભારતીય ટીમે દક્ષિણ આફિકાને 2-1 થી હરાવ્યુ હતુ.

ભારત ઉપરાંત જર્મનીની ટીમ પણ ખિતાબની દાવેદાર માનવામાં આવે છે. જર્મની છ વાર જૂનિયર વિશ્વકપનો ખિતાબ જીતી ચૂક્યુ છે. ભારત, આર્જેંટીના, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાને એક વાર જૂનિયર વિશ્વકપ જીત્યો છે.

English summary
India beat Spain in Junior Hockey World Cup quarters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X