For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા પ્રથમ સ્થાન પર

|
Google Oneindia Gujarati News

રાંચી, 20 જાન્યુઆરીઃ જીએસીસએ મેદાન પર રમાયેલી મેચમાં આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવતાની સાથે જ ટીમ ઇન્ડિયા આઇસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર આવી ગઇ છે. આ પહેલીવાર છે કે ટીમ ઇન્ડિયા રેન્કિંગમા પહેલા સ્થાન પર પહોંચી છે. જો કે, ટેસ્ટમાં ટીમ નંબર વન પર પહોંચી ચૂકી છે.

mahendradhoni
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલી શ્રેણી પહેલા ઇંગ્લેન્ડ પહેલા અને ટીમ ઇન્ડિયા ત્રીજા સ્થાન પર હતી, પરંતુ રાંચી ખાતેની મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા પહેલા સ્થાન પર પહોંચી ગઇ અને ઇંગ્લેન્ડની ટીમ બીજા સ્થાન પર આવી ગઇ. આ પહેલા 2009માં ટીમ બીજા સ્થાન પર અને જાન્યુઆરી 2012માં પણ રેન્કિંગમાં બીજા સ્થાન પર પહોંચવામાં ટીમ ઇન્ડિયા સફળ રહી હતી.

જો શ્રેણીની બાકી બન્ને મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો પરાજય થાય તો ફરીથી ઇંગ્લેન્ડ નંબર વન પર પહોંચી જશે

આઇસીસી ટીમ રેન્કિંગ પોઇન્ટ્સ
ભારત- 119
ઇંગ્લેન્ડ- 118
દક્ષિણ આફ્રિકા- 116
શ્રીલંકા- 111
ઓસ્ટ્રેલિયા- 111
પાકિસ્તાન- 107
વેસ્ટ ઇન્ડિઝ- 88
બાંગ્લાદેશ- 78
ન્યૂઝીલેન્ડ- 76
ઝિમ્બાબ્વે- 50
આયરલેન્ડ- 35
નેધરલેન્ડ્સ- 16
કેન્યા- 11

English summary
India reached the top of ICC ODI rankings. India's seven-wicket victory over England on January 19 gave them the number one position for the first time in the ICC ODI Championship table.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X