For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા 60મી એનિવર્સરીએ સચીન તેંદુલકરનું સન્માન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ડિસેમ્બર : ભારતના લોકપ્રિય ક્રિકેટ પ્લેયર્સની યાદીમાં સ્થાન ધરાવતાં સચીન તેંડુલરનું ગિનીસ બુક ઓફ રેકોર્ડ્ઝના અધિકારીઓએ સન્માન કર્યું છે. ભારતના ક્રિકેટર સચીન તેંદુલકરનું આ સન્માન ગિનીસ બુક ઓફ રેકોર્ડ્ઝે પોતાની 60મી એનિવર્સરીની ઉજવણીરૂપે નિમિત્તે કર્યું છે.

આ પ્રસંગે સચીન તેંદુલકરે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝના પ્રતિનિધિઓ પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, ક્રિકેટની મારી કારકિર્દીમાં મેં જે કંઈ પણ હાસિલ કર્યું છે એના પર મને ઘણો ગર્વ છે. આ સાથે જ બીજા મહાન ખેલાડીઓ સાથે આ સન્માન મેળવીને હું ઘણો ખુશ છું.

sachin-tendulkar-honoured-by-guinness-world-records-1

સચીનના નામે ટેસ્ટ અને વન ડે મેચમાં સૌથી વધુ રન અને સદી ફટકારવાનો રેકોર્ડ છે. આ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે 60 રમતવીરોને મેડલ આપીને પોતાની 60મી એનિવર્સરી ઉજવી હતી.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના એડિટર ઈન ચીફ ક્રેગ ગ્લીનડે સચીનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે સચીન તેંડુલકર ભારતનો સૌથી લોકપ્રિય ખેલાડી છે, જેના નામે ઘણા રેકોર્ડ્ઝ પણ સામેલ છે. આ સાથે જ ભારત જ નહીં, પણ દુનિયાના અનેક લોકોને તે પ્રેરણા આપે છે.

English summary
Sachin Tendulkar Honoured by Guinness World Records on 60th Anniversary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X