For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોહલીની કેપ્ટનશિપમાં ભારતનું વિરાટ પ્રદર્શન, શ્રીલંકાને 169 રનોથી હરાવ્યું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કટક, 3 નવેમ્બર: અને રવિવારે કટકની ધરતી પર તે થયું જેની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ભારતીય ક્રિકેટના મિસ્ટર દબંગ એટલે કે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

રવિવારે મેચના હિરો રહેલા ભારતના ઓપનર બેસ્ટમેન અંજિક્ય રહાણે જેમણે શાનદાર સદી લગાવી ટીમ ઇન્ડિયાને ભારે સ્કોર આપ્યો જેના લીધે એકદમ સરળાતાથી શ્રીલંકાને 169 રનોથી હરાવી દિધું.

તમને જણાવી દઇએ કે ભારતે શ્રીલંકા ટાઇગરની સામે 50 ઓવરમાં 5 વિકેટ પર 363 રન બનાવીને 364 રનનો લક્ષ્ય રાખ્યો હતો પરંતુ શ્રીલંકાની ટીમ 39.2 ઓવરમાં 194 રન પર સમેટાઇ ગઇ. રહાણેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીતની સાથે જ પાંચ મેચોને આ શૃંખલામાં ભારતે 1-0ની બઢત બનાવી લીધી છે.

ajinkya-rahane

ભારતે 1-0ની બઢત બનાવી લીધી
જો કે આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ હાર્યો હતો, તેમછતાં ભારતે શ્રીલંકા સમક્ષ 364 રનો પડકારજનક લક્ષ્ય રાખ્યો હતો, જેનો પીછો કરતો મહેમાન ટીમ 39.2 ઓવરમાં 194 રન બનાવી ધરાશય થઇ ગઇ.

194 રન બનાવી ધરાશય
શ્રીલંકાએ 31 રનના સ્કોર પર તિલકરત્ને દિલશાન (18)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી. તેમછતાં સતત સમયાંતરે વિકેટ પડતી રહી. શ્રીલંકા દ્વારા મહિલા જયવર્ધને ફક્ત (43) રમવાનો પ્રતત્ન કર્યો પરંતુ કોઇએ તેમનો સાથ ન આપ્યો. જયવર્ધનેએ 36 બોલનો સામનો કરતાં છ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. જયવર્ધનેને અક્ષર પટેલે કેપ્ટન વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો.

રહાણે બન્યો મેચ ઓફ ધ મેચ
જયવર્ધને આઉટ થયા બાદ થિસિરા પરેરા (20) અને કેપ્ટન એંજેલો મૈથ્યૂઝે (23) પણ ટીમને સંકટમાંથી ઉગારવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ મોટા લક્ષ્યનો સામનો કરવામાં નિષ્ફળતા રહી. ઓપનર બેસ્ટમેન ઉપુલ થરંગાએ 28 રન બનાવ્યા. થરંગાની વિકેટ રવિચંદ્રન અશ્વિને લીધી.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>1st ODI. It's all over! India won by 169 runs <a href="http://t.co/Pyk6WuTXVp">http://t.co/Pyk6WuTXVp</a> <a href="https://twitter.com/hashtag/IndvsSL?src=hash">#IndvsSL</a></p>— BCCI (@BCCI) <a href="https://twitter.com/BCCI/status/528928838148182016">November 2, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

ભારત દ્વારા ઇશાંત શર્માએ સૌથી વધુ ચાર વિકેટ લીધી જ્યારે અક્ષર પટેલ અને ઉમેશ યાદવે બે-બે વિકેટ લીધી. અશ્વિન તથા પોતાન કેરિયરની 200મી મેચ રમી રહેલા સુરેશ રૈનાને એક-એક સફળતા મળી. હવે બંને ટીમો અમદાવાદ તરફ પ્રયાણ કરશે, જ્યાં છ નવેમ્બરના રોજ સરદાર પટેલ સ્ટેડિયમમાં બીજી એક દિવસીય મેચ રમવામાં આવશે.

English summary
Twin centuries by openers Ajinkya Rahane (111) and Shikhar Dhawan (113) helped India register a mammoth 169-run win in the first of the five One-Day Internationals (ODI) against Sri Lanka at the Barabati Stadium here Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X