For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગપુર ટેસ્ટઃ ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમા

|
Google Oneindia Gujarati News

dhoni sachin
નાગપુર, 16 ડિસેમ્બરઃ નાગપુર ખાતે રમાઇ રહેલી ચોથી ટેસ્ટના ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ગુમાવી 161 રન બનાવી લીધા છે. આ સાથે જ તેણે ભારત પર 165 રનની લીડ મેળવી લીધી છે. હાલની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે આ મેચ ડ્રો જાય તેવી શક્યતા છે.
આ પહેલા ભારતે પોતાની પ્રથમ ઇનિંગ 326-9એ ડિક્લેર કરી છે. આ સાથે જ ઇંગ્લેન્ડે ભારત પર ચાર રનની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં કરેલા 330 રનનો પીછો કરતા ભારતે નવ વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા, ભારત તરફથી કોહલી અને ધોનીએ સારું બેટિંગ કર્યું હતું. કોહલીએ સદી ફટકારી હતી, જ્યારે ધોની એક રન માટે સદી ચૂક્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને 4 અને સ્વાને ત્રણ વિકેટ મેળવી હતી જ્યારે પાનેસરે એક વિકેટ મેળવી હતી.

ઇંગ્લેન્ડે પોતાની બીજી ઇનિંગ શરૂ કરી દીધી છે. ટી સુધીમાં ઇંગ્લેન્ડે 2 વિકેટ ગુમાવી દીધી છે. એલિસ્ટર કૂક 13 રનના વ્યક્તિગત સ્કોર પર અશ્વિનની ઓવરમાં ધોનીના હાથે ઝલાઇ ગયો હતો જ્યારે કોમ્પટોન 34 રન પર ઓઝાની ઓવરમાં એલેબી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ પિટરસનના નામે પડી હતી. તેણે માત્ર 6 રન બનાવ્યા હતા. તેની વિકેટ જાડેજાએ લીધી હતી. આ સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 161 રન બનાવી લીધા છે. હાલ ટ્રોટ 66 અને બેલ 24 રન સાથે રમતમાં છે.

ભારતીય બેટિંગની વાત કરીએ તો સેહવાગ શુન્ય રન પર આઉટ થયો હતો, પૂજારાએ 26, સચિને 2, ગંભીરે 37, કોહલીએ 103, જાડેજાએ 12, ધોનીએ 99, ચાવલાએ 1, ઓઝાએ 2 રન બનાવ્યા હતા. અશ્વિન 29 રન અને ઇશાંત શર્મા એક રન સાથે અણનમ રહ્યાં હતા. સચિન ફરી નિષ્ફળ જતા તેના પર ભવિષ્ય અંગે વિચાર કરવા અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માટેનું દબાણ વધી ગયું છે.

English summary
India have declared their first innings at the score of 326/9. England have a lead of four runs on the basis of first inning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X