• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલા વર્લ્ડ કપ : ભારત V/S વેસ્ટઇન્ડિઝ વચ્ચે જામશે જંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 31 જાન્યુઆરી: પુરૂષ ક્રિકેટરોની જેમ કોઇપણ પ્રકારનો હોબાળો નથી પરંતુ ભારતની મહિલા ક્રિકેટ ટીમ અહીં ગ્રુપ એ માં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી વિશ્વકપમાં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરવા માટે તૈયાર છે.

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે યોજાનાર ડે-નાઇટ મુકાબલાથી આ પ્રતિયોગિતાની શરૂઆત થશે. વર્લ્ડકપની કેટલીક મેચો કટકમાં રમવામાં આવશે. સુરક્ષાના કારણે પાકિસ્તાનની ટીમ (ગ્રુપ બી)ને કટકમાં ઉતારવામાં આવી છે.

ભારતીય ટીમની કમાન મિતાલી રાજના હાથમાં છે. તેમના સિવાય પૂર્વ કેપ્ટન ઝૂલન ગૌસ્વામી, પૂનમ રાઉત, વિકેટ કિપર સુલક્ષણા નાયક, તથા બોલર ગૌહર સુલ્તાન અને નિરંજના નાગરાજન પર ટીમનો દારોમદાર રહેશે.

વિશ્વકપ પહેલાં રમાયેલી અભ્યાસ મેચોમાં ભારતના પરિણામો મિશ્રિત રહ્યાં છે. આ પહેલાંની મેચમાં ન્યૂઝિલેન્ડ હરાવ્યું હતું તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. સતત પાંચમો વર્લ્ડકપ રમી રહેલી ચાલરેટ એડવર્ડસની અનુગામીમાં ઇગ્લેંડની ટીમને પ્રબલ દાવેદાર માનવામાં આવે છે.

ભારતીય ટીમ: મિતાલી રાજ( કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઇસ કેપ્ટન), એકતા બિષ્ટ, અમિતા શર્મા, ઝૂલન ગૌસ્વામી, કરૂણા જૈન, રીમા મલ્હોત્રા, મોના મેશરામ, તિરૂષકામિની મુર્ગેસન, સુલક્ષણા નાયક, નિરંજન નાગરાજન, રાસનારા પરવીન, પૂનમ રાઉત, શુભલક્ષ્મી શર્મા અને ગૌહર સુલ્તાના

English summary
Indias women cricketers are all set to start their World Cup campaign when they take on the West Indies in a Group A match here on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X